For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,083 નવા કેસ નોંધાયા, રિકવરી રેટ 97.53 ટકા

દેશમાં કોરોનાના કેસોમાં પહેલા કરતા ઘટાડો નોંધાયો છે. રવિવારના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,083 નવા કેસ નોંધાયા છે અને કોવિડને કારણે 460 લોકોનાં મોત નીપજ્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસોમાં પહેલા કરતા ઘટાડો નોંધાયો છે. રવિવારના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,083 નવા કેસ નોંધાયા છે અને કોવિડને કારણે 460 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 24 કલાક દરમિયાન 44,157 લોકો હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રિકવરી રેટ હવે વધીને 97.53 ટકા થયો છે. હાલ ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસ 3,68,558 છે.

Corona

કેરળે ઉભી ચિંતા કરી

કેરળે ઉભી ચિંતા કરી

દેશમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે, પરંતુ કેરળમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતના અડધાથી વધુ કોરોના કેસ એકલા કેરળ રાજ્યમાં નોંધાઇઆવી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે નાઇટ કરફ્યૂ લાદ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને શનિવારના રોજ જણાવ્યું કે, કોરોનાના કેસને જોતાસરકારે રાજ્યમાં નાઇટ કરફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે. સોમવાર (30 ઓગસ્ટ) થી કેરળમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે.

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી

ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેર માટે દરેક વ્યક્તિએ સતર્ક રહેવાની જરૂર છે. AIIMSના વડા પહેલેથી જ કહી ચૂક્યા છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર"inevitable" છે, તેથી દરેકને ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે થોડી બેદરકારી ફરી ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સાથે નેશનલ ઇન્સ્ટિટ્યૂટઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટે PMOને આપેલા રિપોર્ટમાં ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેરની પીકની ચેતવણી આપી છે.

કુલ 51,86,42,929 સેમ્પલ લેવાયા

કુલ 51,86,42,929 સેમ્પલ લેવાયા

ભારતીય તબીબી સંશોધન પરિષદ અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કુલ 51,86,42,929 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે, જેમાં માત્ર શનિવારના રોજ 17,55,327 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

બૂસ્ટર ડોઝ મદદરૂપ થશે

બૂસ્ટર ડોઝ મદદરૂપ થશે

આ સાથે AIIMSના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ બૂસ્ટર ડોઝ વિશે વાત કરી છે. ગુલેરિયાએ જણાવ્યું કે, કોરોનાના નવા પ્રકારો સતત આવી રહ્યા છે. આવીસ્થિતિમાં દેશને કોરોના રસી સાથે બૂસ્ટર ડોઝ અપનાવવાની જરૂર પડી શકે છે.

બૂસ્ટર ડોઝ શરીરને વિવિધ પ્રકારોથી બચાવવા માટે કામ કરશે, પરંતુ તેમણે એમ પણકહ્યું કે, ભારત પાસે આ સમયે ત્રીજા કોરોના વાયરસ રસી શોટ અંગે પૂરતો ડેટા નથી. જેને બૂસ્ટર શોટ કહેવામાં આવે છે, પરંતુ આગામી વર્ષની શરૂઆતમાં વધુમાહિતી ઉપલબ્ધ થવાની શક્યતા છે.

English summary
The number of corona cases in the country is lower than before. In the last 24 hours, 45,083 new cases of corona have been reported in the country and 460 people have died due to covid, according to figures released by the health ministry on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X