ભારતમાં છેલ્લા 24 કલાકમાં મળ્યા કોરોનાના 47 હજાર નવા કેસ, 275 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 47,262 નવા કેસ સામે આવ્યા છે.
નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા અમુક દિવસોથી કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 47,262 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 23,907 લોકો રિકવર થયા છે અને 275 લોકોના મોત થઈ ગયા છે. કોરોના વાયરસના કેસોમાં ભારત દુનિયાભરમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા સ્થાને આવી ગયુ છે.

નવા કેસો સાથે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 1 કરોડ, 17 લાખ 34 હજાર 58 થઈ ગયા છે. જ્યારે 1 કરોડ, 12 લાખ 5 હજાર 160 લોકો અત્યાર સુધી આ સંક્રમણથી રિકવર થયા છે. વળી, 1 લાખ 60 હજાર 441 લોકોને આ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ભારતમાં વર્તમાનમાં કોરોનાના 3 લાખ 68 હજાર 457 સક્રીય કેસ છે. કોરોનાના પ્રભાવને ઘટાડવા માટે ભારત સરકાર પૂરા પ્રયત્નો કરી રહી છે પરંતુ લોકોની બેદરકારી અને કોરોના માટે જાહેર કરવામાં આવેલ દિશા નિર્દેશોનુ પાલન ન કરવાના કારણે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
ભારત સરકાર મોટાપાયે કોરોના વાયરસ રસીકરણ અભિયાન ચલાવી રહી છે જેના કારણે અત્યાર સુધી 5 કરોડ 8 લાખ 41 હજાર 286 લોકોનુ રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે. કોરોનાના વધતા કેસોને જોતા ભારત સરકારે 45 વર્ષથી વધુ ઉંમરના બધા લોોકને વેક્સીન આપવાનુ એલાન કર્યુ છે.












Click it and Unblock the Notifications
