For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17મી લોકસભામાં 5મું પાસ અને અભણ સાંસદો પણ ચૂંટાયા

17મી લોકસભામાં 5મું પાસ અને અભણ સાંસદો પણ ચૂંટાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 17મી લોકસભામાં પહોંચનાર કેટલાય સાંસદો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ડૉક્ટર અને એન્જિનીયરોની પણ કમી નથી. પરંતુ, આ વખતે સંસદમાં એવા ચાર સાંદ પણ પહોંચ્યા છે, જેઓ માત્ર પાંચ ધોરણ સધી ભણ્યા હોય. એક સાંસદો તે ખુદને પુરી રીતે અભણ ગણાવ્યા. આ તમામ સાંસદ કોઈ એક નહિ બલકે વિવિધ પાર્ટીઓના છે અને દેશના વિવિધ ભાગમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા છે. અહીં જાણઓ આવા અભણ સાંસદો વિશે...

વાઈ દેવેન્દ્રપ્પા

વાઈ દેવેન્દ્રપ્પા

67 વર્ષના દેવેન્દ્રપ્પા કર્ણાટકની ચર્ચિત બેલ્લારી લોકસભા સીટથી ચૂંટાયા છે. આ ક્ષેત્ર અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ સીટ છે. કર્ણાટકમાં ભાજપે આ વખતે રાજ્યની 28માંથી 25 સીટ પર કબ્જો જમાવ્યો છે અને તેમને 51.38 ટકા વોટ મળ્યા છે. વાઈ દેવેન્દ્રપ્પા બેલ્લારીમાં 55,707 વોટથી જીત્યા છે. ભાજપના પાંચમું પાસ સાંસદ વાઈ દેવેન્દ્રપ્પાને આ સીટ પર કુલ 6,16,388 વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસના વીએસ અગરપ્પાનએ 5,60,681 વોટથી સંતોષ માનવો પડ્યો.

ગોપાલ શેટ્ટી

ગોપાલ શેટ્ટી

65 વર્ષીય ગોપાલ શેટ્ટી મુંબઈનું જાણીતું નામ છે. તેમણે મુંબઈ નોર્થ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર બૉલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરને 4,65,247 વોટથી હરાવ્યા છે. ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી પણ માત્ર પાંચમું પાસ છે. પરંતુ તેમને અહીં કુલ 7,06,678 વોટ મળ્યા, જ્યારે ઉર્મિલા માતોંડકરને માત્ર 2,42,431 વોટ મળ્યા છે.

પ્રમીલા બિસોઈ

પ્રમીલા બિસોઈ

ઓરિસ્સાની અસ્કા સીટથી સાંસદ ચૂંટાયેલ 70 વર્ષીય પ્રમીલા બિસોઈ પણ પાંચમું પાસ સાંસદોની યાદીમાં સામેલ છે. તેમણે બીજેડીની ટિકિટ પર 2,04,707 વોટથી જીત નોંધાવી છે. તેમને આ સીટ પર કુલ 5,52,749 વોટ મળ્યા, જ્યારે તેમની સામે હારનાર ભાજપના અનિતા સુભદર્શિનીને માત્ર 3,48,042 વોટ જ મળ્યા હતા.

મોમ્મદ સાદિક

મોમ્મદ સાદિક

પંજાબના ફરીદકોટ રિઝર્વ (એસસી) સીટથી ચૂંટાયેલ કોંગ્રેસના મોહમ્મદ સાદિક પણ માત્ર પાંચ ધોરણ જ ભણેલ છે. તેઓ 83,256 વોટથી જીતી સંસદ પહોંચ્યા કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડેલ મોહમ્મદ સાદિકને અહીં 4,19,065 વોટ મળ્યા, તેમની સામે હારના શિરોમણી અકાલી દળના ગુલઝાર સિંહ રનિકેને 3,35,809 વોટ મળ્યા હતા.

17મી લોકસભાનું પહેલું સત્ર 6 જૂનથી શરૂ થઈ શકે, રાષ્ટ્રપતિ કરશે સંબોધિત 17મી લોકસભાનું પહેલું સત્ર 6 જૂનથી શરૂ થઈ શકે, રાષ્ટ્રપતિ કરશે સંબોધિત

વેલુસામી પી

વેલુસામી પી

52 વર્ષના વેલુસામી પી 17મી લોકસભા ચૂંટણી જીતના એકલા અભણ સાંસદ છે. તેઓ તમિલનાડુના ડિંડિગુલ લોકસભા ક્ષેત્રથી ડીએમકેની ટિકિટ પર ચૂંટણઈ જીતી લોકસભા પહોંચ્યા છે. અહીં તેમની જીતનું માર્જિન 5,38,972 વોટ રહ્યું. તેમને કુલ 7,46,523 વોટ મળ્યા, જ્યારે તેમની સામે હારનાર પીેમકેના ઉમેદવાર જોથીમુથુ કેને માત્ર 2,07,551 વોટ જ મળ્યા છે.

English summary
5 illiterate leader elected as mp, here is the list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X