For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છૂટાછેડા સુધી પહોંચેલા શિવસેના અને ભાજપ કેમ થયા ભેગા, જાણો 5 કારણ

શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના 2 દાયકાથી વધુ સમય એકબીજાની સાથે રહ્યા છે. પરંતુ પાછલા કેટલાક સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું.

|
Google Oneindia Gujarati News

શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના 2 દાયકાથી વધુ સમય એકબીજાની સાથે રહ્યા છે. પરંતુ પાછલા કેટલાક સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. શિવસેનાએ દરેક વખતે ભાજપ અને કેન્દ્ર સરકાર એટલે સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા. એટલુંજ નહીં જ્યારે જ્યારે વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા ત્યારે ત્યારે શિવસેનાએ પણ વિપક્ષનો સાથ આપ્યો. બંને પાર્ટી વચ્ચે સતત તણાવ વધતા લાગી રહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષ અલગ અલગ ચૂંટણી લડશે. પરંતુ તમામ અટકળોને ફગાવી દેતા, ભાજપ-શિવસેનાએ આગામી ચૂંટણી માટે ગઠબંધન કરી લીધું છે. હવે બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ગઠબંધન, ભાજપ 25 તો શિવસેના 23 લોકસભા સીટ પર લડશે

હિંદુ વોટ વહેંચાઈ જવાનો ખતરો

હિંદુ વોટ વહેંચાઈ જવાનો ખતરો

શિવસેના અને ભાજપ વચ્ચે નોકજોક બાદ આખરે કેમ બંને પક્ષો વચ્ચે ગઠબંધન કેમ થયું તે જાણવું જરૂરી છે. દેશભરમાં વિપક્ષ સરકાર વિરુદ્ધ માહોલ બનાવી રહ્યો છે, ત્યારે ભાજપ ફરી એકવાર સત્તા મેળવવા માટે પોતાના જૂના સાથીઓની નારાજગી વહોરવા નથી ઈચ્છતી. ભાજપ માટે મહારાષ્ટ્ર પણ એક મહત્વની કડી છે. ફક્ત ભાજપ જ નહીં શિવસેના પણ ભાજપથી અલગ થઈને હિંદુ વોટ વહેંચવાનું જોખમ લેવા નથી ઈચ્છતી.

એક જ મુદ્દે જુદા-જુદા લડવું ભારે પડશે

એક જ મુદ્દે જુદા-જુદા લડવું ભારે પડશે

1989માં બંને દળ એકબીજા સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહ્યા છે. બંને પાર્ટી એકબીજાના રાજકીય મક્સદ મજબૂત કરી રહ્યા છે, તો ચૂંટણીમાં એકબીજાને સાથ આપી રહ્યા છે. જો કે ગઠબંધનમાં શિવસેના લાંબા સમયથી હાવી રહ્યું છે. પરંતુ 2014માં લોકસભા ચૂંટણીમાં જે રીતે ભાજપે જબરજસ્ત જીત મેળવી અને એકલી સૌથી મોટી પાર્ટી બની, તે જોતા શિવસેના બેકફૂટ પર હતી. એટલે જ શિવસેનાએ મહારાષ્ટ્રમાં નાના ભાઈ તરીકે ગઠબંધન કર્યું હતું. પરંતુ શિવસેનાએ દરેક તક પર ભાજપની ટીકા કરવાનો કોઈ મોકો ન છોડ્યો. બંને પક્ષ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું રાજકારણ કરે છે. એટલે એક જ મુદ્દે બંને પક્ષ એકબીજા સામે ચૂંટણી લડવું મુશ્કેલ છે.

અલગ અલગ લડવામાં નુક્સાન

અલગ અલગ લડવામાં નુક્સાન

2014માં ભાજપે લોકસભા ચૂંટણીમાં 24 બેઠક પર જીત મેળવી હતી અને શિવસેના 20 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષ જુદા જુદા લડ્યા હતા. પરંતુ લોકસભા ચૂંટણી બાદ શિવસેનાને લાગ્યું કે ગઠબંધનમાં ભાજપને વધુ લાભ થાય છે, એટલે બંને પક્ષ જુદા જુદા વિધાનસભા ચૂંટણી લડ્યા. પરંતુ ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટું પક્ષ બન્યો. એટલે બંને પક્ષે ગઠબંધન કરવું પડ્યું અને રાજ્યમાં શિવસેના-ભાજપની ગઠબંધન સરકાર બની.

એનસીપી-કોંગ્રેસનો પડકાર

એનસીપી-કોંગ્રેસનો પડકાર

આ તમામ વ્યક્તિગત મતભેદ ઉપરાંત શિવસેના અને ભાજપને એનસીપીની ચૂંટણી મહરાષ્ટ્ર્ અને રાષ્ટ્રીય સ્તર પર મળી રહ્યા છે. એનસીપી બંને પક્ષ માટે પડકાર બની રહ્યું છે. જે રીતે એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કરાનો નિર્ણય લીધો છે એટલે ભાજપ અને શિવસેના પાસે ગઠબંધન સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

English summary
5 reason why bjp shivsena strike alliance despite hard relation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X