Exit Poll 2023 Live: રાજસ્થાનમાં ભાજપ તો તેલંગાણામાં કોંગ્રેસે બાજી મારી
- 5 State Elections Exit Poll Results 2023 Live Updates: તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયા બાદ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલના પરિણામો આવવાનું શરૂ થઈ જશે. 30 નવેમ્બરે સાંજે 6 વાગ્યા પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કયો પક્ષ સરકાર બનાવી શકે છે તેના અંદાજો એક્ઝિટ પોલના પરિણામો દ્વારા જણાવવામાં આવશે. તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે મતગણતરી બાદ સ્પષ્ટ થશે, પરંતુ તે પહેલા 30 નવેમ્બરે એટલે કે આજે તમામ ન્યૂઝ ચેનલો સર્વે એજન્સીઓ સાથે એક્ઝિટ પોલ રજૂ કરશે, જે આજે સાંજથી આવવાનું શરૂ થશે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે કઈ પાર્ટી કઈ રાજ્યમાં નવી સરકાર બનાવશે. એક્ઝીટ પોલના પરિણામોની લાઈવ અપડેટ મેળવવા વન ઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 ના એક્ઝિટ પોલ
News18-MATRIZE અનુસાર, ભાજપને 116, કોંગ્રેસને 111-121 અને અન્યને ત્રણ બેઠકો મળવાની ધારણા છે. TV9 પોલસ્ટાર અનુસાર, ભાજપને 106-116, કોંગ્રેસને 111-121 અને અન્યને 0-6 બેઠકો મળવાનો અંદાજ છે. CNX મુજબ BJP- 118-130 કોંગ્રેસ- 97-107 અન્ય- 0 અને ઇન્ડિયા ટુડે- માય એક્સિસ ભાજપ 140-162 કોંગ્રેસ 68-90 અને અન્ય 0-3. રિપબ્લિક ટીવી-જન કી બાત અનુસાર, ભાજપને 118-130 બેઠકો, કોંગ્રેસને 97-107 અને અન્યને 0-2 બેઠકો મળવાની ધારણા છે. ન્યૂઝ 24 ચાણક્ય અનુસાર, ભાજપને 151 ± 12 બેઠકો, કોંગ્રેસને 74 ± 12 બેઠકો અને અન્યને 5 ± 4 બેઠકો મળી શકે છે.
તેલંગાના
એક્ઝિટ પોલઃ તેલંગાણામાં કોંગ્રેસ આગળ
તેલંગાણા જન કી બાતના એક્ઝિટ પોલમાં, BRSને 40-55 બેઠકો, કોંગ્રેસને 48-64, BJPને 7-13 અને AIMIMને 4-7 બેઠકો મળવાની ધારણા છે.
ઇન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ મુજબ, BRSને 31-47 બેઠકો, કોંગ્રેસને 63-79, BJPને 2-4 અને AIMIMને 5-7 બેઠકો મળવાની ધારણા છે.
TV9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ અનુસાર, BRSને 48-58 બેઠકો, કોંગ્રેસને 49-59, BJPને 5-10 અને AIMIMને 6-8 બેઠકો મળવાની ધારણા છે.
તેલંગાના
તેલંગાણાના નીચેના જિલ્લામાં કોંગ્રેસ આગળ
તેલંગાણાના નીચેના જિલ્લામાં 42 વિધાનસભા બેઠકો છે. આ બેઠકો ઝહીરાબાદ, મેડક, ભોંગિર, નાલગોંડા, નાગરકુર્નૂલ અને મહબૂબનગરમાં આવે છે. BRSને 17 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપ અહીંયા ખાતુ ખોલાવાની શક્યતા નથી. આ સાથે કોંગ્રેસને 25 બેઠકો મળે તેવી શક્યતા છે.
મિઝોરમ
મિઝોરમમાં MNF બની શકે છે સૌથી મોટી પાર્ટી
એક્ઝિટ પોલના અંદાજ મુજબ, MNF મિઝોરમમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. રાજ્યની 40 બેઠકોમાંથી MNFને 14-18 બેઠકો મળી શકે છે. જ્યારે ZPMને કુલ 12-16 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 8 થી 10 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને 0-2 બેઠકો મળી શકે છે.
મિઝોરમ
મિઝોરમમાં MNF અને ZPM વચ્ચે કાંટાની ટક્કર
મિઝોરમમાં ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ મુજબ, એમએનએફને 14-18 બેઠકો, ZPMને 12-16, કોંગ્રેસને - 8થી 10 અને ભાજપને 0-2 બેઠકો મળવાની ધારણા છે.
મિઝોરમમાં જન કી બાત સર્વેમાં MNFને 10-14, ZPMને 15-25, કોંગ્રેસને 5-9 અને ભાજપને 0-2 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાન
રાજસ્થાનના એક્ઝિટ પોલના પરિણામોઃ રાજસ્થાનમાં ભાજપ આગળ
રાજસ્થાનમાં, જન કી બાતના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપને 100-122 બેઠકો મળશે, કોંગ્રેસને 62-85 બેઠકો મળશે અને BSP+ને એક પણ બેઠક નહીં મળે.
રાજસ્થાનમાં TV9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 106-110 બેઠકો અને કોંગ્રેસને 90-100 બેઠકો અને BSP+ને એકપણ બેઠક નહીં મળે તેવી આગાહી કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશમાં એક્ઝિટ પોલના પરિણામો
મધ્યપ્રદેશમાં રિપબ્લિક ટીવી-મેટરાઇઝના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 118-130 બેઠકો, કોંગ્રેસને 97-107 બેઠકો અને BSP+ 0 બેઠકો મળવાની ધારણા છે.
TV9 ભારતવર્ષ - પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 106-116 બેઠકો અને કોંગ્રેસને 111-121 બેઠકો અને BSP+ને કોઈ બેઠક નહીં મળે તેવી આગાહી કરવામાં આવી છે.
જન કી બાતના એક્ઝિટ પોલમાં, ભાજપને 100-123 બેઠકો મળવાની ધારણા છે, કોંગ્રેસને 102 થી 125 બેઠકો મળવાની ધારણા છે અને BSP+ને કોઈ બેઠકો નહીં મળવાની ધારણા છે.
छत्तीसगढ़
છત્તીસગઢ એક્ઝિટ પોલના પરિણામો: છત્તીસગઢના એક્ઝિટ પોલ પર એક નજર
છત્તીસગઢમાં ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપને 34-46 બેઠકો, કોંગ્રેસને 40-50 બેઠકો અને BSP+ને 0 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
ઈન્ડિયા ટીવી અને સીએનએક્સના એક્ઝિટ પોલમાં એવું કહેવાય છે કે ભાજપને 30-40 બેઠકો મળશે, કોંગ્રેસને 46-56 બેઠકો મળશે અને BSP+ને 0 બેઠકો મળશે.
જન કી બાતના એક્ઝિટ પોલમાં ભાજપને 34-45 બેઠકો, કોંગ્રેસને 42-53 બેઠકો અને BSP+ને 0 બેઠકો મળશે તેવું કહેવાય છે.
TV5 ન્યૂઝના સર્વેમાં ભાજપને 29-39, કોંગ્રેસને 54થી 64 અને BSP+ 0 બેઠકો મળવાની ધારણા છે.
READ MORE
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
