ભારતમાં 51 નાના નવા એરપોર્ટ બનાવાશે

સરકારી નિવેદન અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એઓઆઇ) ઉત્તરપ્રદેશમાં આગ્રા, અલ્હાબાદ, મુરાદાબાદ, સહારનપુર, મેરઠ, અલીગઢ, મુઝફ્ફરનગર, બિજનૌર અને આઝમગઢમાં ઓછી પડતરવાળા એરપોર્ટ વિકસાવશે.
આ સાથે પંજાબમાં લુધિયાણા, જાલંધર અને ફિરોઝપુરમાં, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, સિંગરૌલી, બુરહાનપુર, ખંડવા, જબલપુર, ધીધી અને શહડૌલમાં આ એરપોર્ટ વિકસિત કરાશે.
રાજસ્થાનમાં અજમેર, કોટા, ભીલવાડા અને અલવમાં તથા બિહારમાં મુઝફ્ફરપુર, થપરા, સાસારામમાં નાના એરપોર્ટ વિકસિત કરવામાં આવશે. ઝારખંડમાં ધનબાદ, બોકારો અને હઝારીબાગમાં નાના એરપોર્ટ બનાવાશે. જ્યારે ભુવનેશ્વર અને ઇમ્ફાલમાં 20,000 કરોડ રૂપિયાના ખર્ચે બે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસાવવામાં આવશે.
સરકાર પીપીપીના માધ્યમથી નવી મુંબઇ, જુહૂ, મુંબઇ, ગોવા, કુન્નુર, પૂના, શ્રીપેરંબદુર, બેલ્લારી અને રાયગઢમાં એરપોર્ટ બનાવશે.












Click it and Unblock the Notifications
