મણિપુર હિંસાની તપાસ માટે સીબીઆઈએ 53 સભ્યોની ટીમની કરી રચના, 2 મહિલા અધિકારી સામેલ
Manipur Violence: સીબીઆઈએ મણિપુરમાં થયેલી હિંસાની તપાસ માટે 53 અધિકારીઓની ટીમ બનાવી છે. જેમાં ત્રણ અધિકારીઓ ડીઆઈજી રેન્કના છે જેમાં 2 મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. વળી, એસપી રેન્કના અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસોની તપાસ માટે આ ટીમમાં મહિલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે CBI અહીં પીડિત મહિલાઓના 12 કેસમાં FIR નોંધશે. આ સાથે તપાસ દરમિયાન જે પણ મામલો સામે આવશે તેની તપાસ કરવામાં આવશે.

જૂન મહિનામાં, ફોરેન્સિક નિષ્ણાતો, સીબીઆઈ અધિકારીઓએ મણિપુરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં હિંસક ઘટનાઓ બની હતી. અધિકારીએ પેંગેઈ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, ઈમ્ફાલ ખાતે નાઓરેમથાંગ, ચૂરચાંદપુરી મુલાકાત લીધી હતી જ્યાં હથિયારોની લૂંટ થઈ હતી.
વાસ્તવમાં, ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં મણિપુરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે સીબીઆઈ અહીંના મામલાની તપાસ કરશે. જે બાદ CBIએ અહીં ઘણા કેસોની તપાસ શરૂ કરી છે. આ સિવાય DIG સ્તરના અધિકારીની અધ્યક્ષતામાં SITની પણ રચના કરવામાં આવી છે, જે હિંસક મામલાની તપાસ કરશે.
તમને જણાવી દઈએ કે મણિપુરમાં મે મહિનામાં હિંસા શરૂ થઈ હતી. કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચેની હિંસાને કારણે 165થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે આ હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા છે. સંસદના ચોમાસુ સત્રમાં મણિપુર હિંસાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. આ મુદ્દે વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
લાલ કિલ્લા પરથી મણિપુર હિંસા પર બોલતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે અહીં શાંતિ સ્થાપિત થઈ રહી છે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ તેને જાળવી રાખે. નોંધનીય છે કે મણિપુર હિંસા દરમિયાન એક મહિલાને નગ્ન પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો હતો, જેના પછી દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.












Click it and Unblock the Notifications
