સતત બીજા દિવસે ઘટ્યા કોરોનાના દૈનિક કેસ, 24 કલાકમાં મળ્યા 53480 નવા દર્દી
કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 53480 નવા કેસ મળ્યા છે. આ પહેલા મંગળવારે કોરોના વાયરસના 56211 કેસ સામે આવ્યા હતા. વળી, છેલ્લા એક દિવસમાં 41,280 દર્દી રિકવર થયા છે જ્યારે 354 લોકોના મોત સંક્રમણના કારણે થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,21,49,335 અને રિકવર લોકોની સંખ્યા 1,14,34,301 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં હાલમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 5,52,566 છે. આ ઉપરાંત કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી 6,30,54,353 લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે 1 એપ્રિલથી કોરોના વાયરસ રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવશે જેમાં 45 વર્ષથી વધુ વયના બધા લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીન લીધા પહેલા રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી હશે.
આ 10 શહેરોમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર બાદ કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ અને દિલ્લીમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યુ કે, 'દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ જે 10 શહેરોમાં મળી રહ્યા છે તેમાં પૂણે, મુંબઈ, નાગપુર, ઠાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરુ શહેર, નાંદેડ, દિલ્લી અને અહેમદનગર શામેલ છે. દેશના ઘણા ભાગોમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે. બધા રાજ્યોએ કોરોના વાયરસ રસીકરણ અભિયાનમાં તેજી લાવવાની જરૂર છે.'












Click it and Unblock the Notifications
