ધબકારા ચલાવવા માટે અટકી ગયો 54 કિલોમીટર લાંબો ટ્રાફિક
બેંગ્લોર: ધબકારા ચાલુ રાખવા માટે ઘણા કિલોમીટર સુધીનો રસ્તો જાણે અટકી ગયો. આ ઘટના બેંગ્લોર-ચેન્નઇ માર્ગ પર ઘટી. એક મહિલાના દિલનું ઓપરેશન હતું. બીજું બિમારીથી ખરાબ થઇ ચૂકેલા દિલને કાઢીને અન્ય દિલ શરીરમાં ફીટ કરવાનું હતું. ડૉક્ટર પાસે ફક્ત છ કલાક હતા અને મુસાફરી હતી 54 કિલોમીટરની. છ કલાકના સફર બાદ ઓપરેશન કરવું તે પણ ઓછા સમયમાં જાણે સંભવ લાગી રહ્યું ન હતું. પરંતુ આમ થયું અને જીવ બચી ગયો.
આ શક્ય બન્યું એકબીજા સહાયતા ભાવના લીધે. જ્યારે દિલ માટે એક એમ્બૂલન્સ રસ્તા પર દોડી રહી હતી તો તેના માટે ઘણા કિલોમીટર સુધી રસ્તા પર જેટલા પણ વાહન ઉભા હતા, બધા પોતાની જગ્યા પર ઉભા રહી ગયા. કલાકો બાદ રસ્તો ખૂલ્યો તો ખબર પડી કે ટ્રાફિક અટક્યો તો કોઇનો શ્વાસ ચાલવા લાગ્યો.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વધુમાં વધુ છ કલાકમાં થવું જોઇએ. આઠ હાર્ટ સ્પેશાલિસ્ટોની ટીમે માત્ર ચાર કલાકમાં આ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશને અંજામ આપ્યું. બેંગ્લોરમાં મહિલાના મોત બાદ હાર્ટ કાઢીને ડૉક્ટરોએ રેકોર્ડ સમયમાં ચેન્નઇમાં એક દર્દીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા પ્રાપ્ત કરી.

54 કિમી લાંબો ટ્રાફિક
ફરી એકવાર જરૂરિયાતમંદ સુધી દિલ પહોંચાડવા માટે પોલીસે ટ્રાફિક અટકાવી દિધો અને એક બ્રેન ડેન મહિલાના દિલને બીજા એક જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચાડી દિધું. પરંતુ આ વખતે એક નહી પરંતુ બે-બે શહેરોનો ટ્રાફિક રોકવામાં આવ્યો તે પણ 54 કિલોમીટર લાંબા માર્ગનો ટ્રાફિક.

આખી કવાયદને ગ્રીન કૉરીડોર નામ આપ્યું
42 કિલોમીટર બેંગ્લોરમાં અને 12 કિલોમીટર ચેન્નઇમાં આ કવાયદ એક બ્રેન ડેડ મહિલાના દિલને સુરક્ષિત ચેન્નઇ પહોંચાડવા માટે કરવામાં આવ્યું, જ્યાં એક દર્દીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. વહિવટી તંત્રએ આ આખી કવાયદને ગ્રીન કૉરીડોર નામ આપ્યું.

દિલે 400 કીલોમીટરની સફર કરી
તમારા-આપણા શરીરમાં જે દિલ હોય છે તેને શરીરથી અલગ થઇને મુસાફરી કરી. પહેલાં રોડથી, પછી વિમાનથી. બેંગ્લોરથી ચાલેલું દિલ ચેન્નઇ પહોંચ્યું. લગભગ 2 કલાક સુધી દિલ ફરતું રહ્યું. 400 કિલોમીટરની સફર પાર પાડી.

દિલ રોડમાર્ગેથી એરપોર્ટ
ચેન્નઇના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે બેંગ્લોર બીજીએસ હોસ્પિટલમાંથી દિલ એક ડીફ ફ્રીજર બોક્સમાં રાખીને મોકલવામાં આવ્યું. બોક્સમાં બંધ દિલ લઇને હોસ્પિતલના કર્મચારી પહેલાં રોડથી એરપોર્ટ પર પહોંચ્યા. તેના માટે પોલીસે બધી રેડ લાઇટ્સ ક્લિયર રાખી.

બેંગ્લોરથી ચેન્નઇ પહોંચ્યું દિલ
ત્યારબાદ દિલ લઇને કર્મચારી વિમાનથી ચેન્નઇ એરપોર્ટ પર ઉતર્યા. પછી રોડમાર્ગે હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં મોડી સાંજે એક દર્દીને આ દિલ સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ
કરવામાં આવ્યું. બેંગ્લોરના હોસ્પિટલમાં એક બ્રેન ડેડ મરીજનું દિલ કાઢવામાં આવ્યું હતું. કોના શરીરમાં દિલ લગાવવામાં આવ્યું તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

13 મિનિટમાં હોસ્પિટલમાં પહોંચ્યું હદય
આ પહેલાં બે મહિના પહેલાં ચેન્નઇમાં પણ આ પ્રકારની ઘટના થઇ ચૂકી છે જ્યારે 17 જૂનના રોજ ચેન્નઇમાં ટ્રાન્સપ્લાન્ટ માટે 12 કિલોમીટરનો રૂટ ખાલી કરાવવામાં આવ્યો હતો. તેનાથી દિલ માટ્ર 13 મિનિટમાં હોસ્પિટલમાં પહોંચી ગયું હતું અને સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાથી એક યુવકનો જીવ બચી ગયો.