59 ટકા લોકો મોદી સરકારથી ખુશ, સુષમા સ્વરાજ બન્યા બેસ્ટ મંત્રી: સર્વે
નવી દિલ્હી, 12 મે: મોદી સરકારને એક વર્ષ પુરુ થઇ રહ્યું છે. આ એક વર્ષમાં મોદી સરકારે શું કર્યું તેને જાણવા માટે ઇન્ડિયા ટીવી અને સી-વોટરે એક સર્વે કરવામાં આવ્યો જેમાં 59 ટકા લોકોએ મોદી સરકારના કામ-કાજ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે અમે સંતુષ્ટ છીએ.
મોદી સરકારનો એક વર્ષ: સુષમા છે બેસ્ટ મંત્રી
જ્યારે 41 ટકા લોકો એવા છે જેમને મોદી સરકારની કાર્યશૈલી પર ગુસ્સો આવી રહ્યો છે અને તેઓ હજી સુધી તેમની કસોટી પર ખરી નથી ઉતરી. આ સર્વેમાં લોકોએ પોતાના પસંદગીના મંત્રી પણ જણાવ્યા જેમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે બાજી મારી લીધી છે.
59 ટકા લોકો મોદી સરકારથી છે ખુશ
સુષમા સ્વરાજને લોકોએ સૌથી વધારે વોટ આપ્યા છે. લોકોના હિસાબથી તેઓ મોદી કેબિનેટની બેસ્ટ મિનિસ્ટર છે. સ્વરાજના કામકાજને 56 ટકા લોકોએ સારૂ, 31 ટકાના એવરેજ અને માત્ર 13 ટકાએ ખરાબ ગણાવ્યું છે.
આ સર્વેમાં અન્ય કયા નેતાઓ કયા ક્રમે આવે છે આવો જોઇએ...

બેસ્ટ મિનિસ્ટર: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ
ઇન્ડિયા ટીવી અને સી-વોટર સર્વેમાં લોકોએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મોદી કેબિનેટની બેસ્ટ મિનિસ્ટર કહ્યા છે. સ્વરાજના કામકાજને 56 ટકા લોકોએ સારુ ગણાવ્યું છે 31 ટકા લોકોએ એવરેજ અને માત્ર 13 ટકા લોકોએ ખરાબ ગણાવ્યું છે.

રાજનાથ સિંહ
આ લિસ્ટમાં હોમ મિનિસ્ટર રાજનાથ સિંહ બીજા નંબર પર આવે છે. તેમના કામકાજને 50 ટકા લોકોએ સારુ, 36 ટકાએ એવરેજ અને 14 ટકા લોકોએ ખરાબ ગણાવ્યું છે.

અરૂણ જેટલી
ત્રીજા સ્થાને આવે છે નાણા મંત્રી અરૂણ જેટલી, જેમના કામકાજને 48 લોકોએ સારુ, 28 ટકા લોકોએ એવરેજ અને 23 ટકા લોકોએ ખરાબ ગણાવ્યું છે.

સ્મૃતિ ઇરાની
ચોથા નંબર એચઆરડી મિનિસ્ટર સ્મૃતિ ઇરાનીના કામકાજને 44 ટકા લોકોએ સારુ ગણાવ્યું.

નિતિન ગડકરી
પરિવહન મંત્રી નિતિન ગડકરી નંબર પાંચ પર છે, તેમને માત્ર 40 ટકા લોકોએ તેમના કામકાજને સારૂ ગણાવ્યું છે.












Click it and Unblock the Notifications
