6 ચાઇનીઝ ગ્રેનેટ ભરેલી રેતીની બેગ મળી, મોટુ ષડયંત્ર નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા શ્રીનગર વિસ્તારમાં રસ્તાને ઉડાવી દેવાની યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી હતી.

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા શ્રીનગર વિસ્તારમાં રસ્તાને ઉડાવી દેવાની યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી હતી. CRPFની ટીમને શ્રીનગરના બેમિના વિસ્તારમાં પોલીસ પબ્લિક સ્કૂલ પાસે રસ્તા પર એક શંકાસ્પદ બેગ મળી આવી હતી, જ્યારે આ બેગ ખોલવામાં આવી ત્યારે બેગમાંથી 6 ચાઇનીઝ ગ્રેનેડ મળી આવ્યા હતા. સેના જવાનોએ કાળજીપૂર્વક આ ગ્રેનેડને સલામત રીતે માનવ વસાહકથી દૂર ખસેડ્યા હતા, જેથી કોઈ જાન-માલનું નુકસાન ન થાય.

Chinese granite

CRPF દ્વારા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે NH 44 ખોલવા માટે દૈનિક પેટ્રોલિંગ દરમિયાન રસ્તાની નજીક ડિવાઇડર પર રેતીની બોરી મળી આવી હતી. જ્યારે રેતીથી ભરેલી આ બોરી ખોલવામાં આવી ત્યારે બધા ચોંકી ગયા હતા. કારણ કે, બોરીમાં રેતીની અંદર 6 ચીની ગ્રેનેડ મળી આવ્યા હતા. હાઇવે પર ભીડ હોવાના કારણે આ ગ્રેનેટને નિષ્ક્રિય કરવામાં આવ્યા ન હતા, પરંતુ પોલીસને સોંપવામાં આવ્યા હતા જેથી તેનો નિકાલ કરી શકાય.

નિઃશસ્ત્ર લોકોને નિશાન બનાવતા હાઇબ્રિડ આતંકવાદીઓ

કાશ્મીરમાં હાઇબ્રિડ આતંકવાદીઓની હાજરીને કારણે સુરક્ષા દળો માટે પડકાર વધી ગયો છે. આ હાઇબ્રિડ આતંકવાદીઓ નિઃશસ્ત્ર લોકોને નિશાન બનાવી રહ્યા છે. તેમને પાર્ટ ટાઈમ આતંકવાદી પણ કહેવામાં આવે છે. તાજેતરમાં કાશ્મીરમાં રાજકારણીઓ અને પોલીસકર્મીઓની હત્યામાં તેમને પણ શામેલ હોવાનું કહેવાય છે. સુરક્ષા દળો અને પોલીસને પણ આ પાર્ટટાઈમ આતંકવાદીઓને શોધી કાઢવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે તેમનું મિશન પૂર્ણ કર્યા બાદ તેમને તેમની દૈનિક સામાન્ય પ્રવૃત્તિઓમાં શામેલ થઈ જાય છે. જો કે, તાજેતરના ભૂતકાળમાં સુરક્ષા દળો વધુ સતર્ક બન્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X