કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ પાસે બોમ્બ વિસ્ફોટ, છના મોત

તિરુનેલવેલી(તમિલનાડુ), 27 નવેમ્બર: કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ નજીક એક તટવર્તી ગામ ઇદિનથાકરાઇની એક કોલોનીમાં ગઇકાલે રાત્રે એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો જેમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થઇ ગયા છે. પોલીસે જણાવ્યું કે મરનારાઓમાં એક મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બાળકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે.

તેમણે જણાવ્યું કે વિસ્ફોટના કારણે બે ઘરોમાં આગ લાગી ગઇ હતી. કાટમાળ હટાવવા અને ફંસાયેલા લોકોને બચાવવા માટે બચાવદળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડીઆઇજી સુમિત સરન અને પોલીસ અધીક્ષક વિજેન્દ્ર બિદારી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. કેએનપીપીની વિરુધ્ધ પ્રદર્શનોના મુખ્ય સ્થળ ઇદિનથાકરાઇના લોકો પ્લાન્ટ બંધ કરવાની માંગને લઇને છેલ્લા બે વર્ષથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

kudankulam
પરિસરની આસપાસ સુરક્ષા કારણોનો હવાલો આપતા પ્રદર્શનકારીઓ આ પરિયોજનાનો વિરોધ કરી રહ્યા છે અને આ પ્લાન્ટના પ્રથમ એકમમાં આ વર્ષે 13 જુલાઇના રોજ સંચાલન શરૂ થયું હતું.

પોલીસે વર્ષ 2012માં ઇદિનથાકરાઇની પાસે કુનથનકુલી ગામમાં દરોડા પાડીને કેટલાંક ઝોપડપટ્ટીઓમાંથી દેશી બોમ્બ મેળવ્યા હતા. પોલીસને શંકા છે કે આપરાધિક મામલામાં સામેલ કુનથનકુલીના કેટલાંક લોકો બે ઘરોમાં રહી રહ્યા હતા.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/LITLEDMx85o" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X