For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પજાબથી પગપાળા જઈ રહેલા મજૂરોનો અકસ્માત, 6ના મોત 4 ઘાયલ

પજાબથી પગપાળા જઈ રહેલા મજૂરોનો અકસ્માત, 6ના મોત 4 ઘાયલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લૉકડાઉનમાં કામકાજ બંધ થયા બાદ પોતપોતાા ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો ફરી એખવાર દુર્ઘટનાનો શિકાર થયા છે. પંજાબથી પગપાળા બિહાર જઈ રહેલા મજૂરો રોડ અકસ્માતનો શિકાર થઈ ગયા. પંજાબથી 10 મજૂરો પોતાના વતન બિહાર માટે નીકળ્યા હતા, પરતુ મુઝફ્ફરનગર- સહારનપુર સ્ટેટ હાઈવે પર બુધવારે રાતે તેજ રફ્તારે આવેલી બસનો શિકાર થઈ ગયા. આ ઘટનામા 6 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.

accident

જાણકારી મુજબ ઘટના મોડી રાતે 1 વાગ્યે ઘટી, જ્યારે પજાબથી પગપાળા ચાલી રહેલા 10 પ્રવાસી મજૂરોને તેજ રફ્તારે આવેલી બસે કચડી નાખ્યા. ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે, ઘાયલ 4 મજૂરોને મેરઠ મેડિકલ હોસ્પિટલે ઈલાજ માટે ખસેડવામા આ્યા છે.

આ બધા જ પ્રવાસી મજૂર બિહારના ગોપાલગંજ જઈ રહ્યા હતા. મુઝફ્ફરનગર- સહારનપુર સ્ટેટ હાઈવે પર ઘલૌલી ચેકપોસ્ટથી થોડે દૂર આગળ વધ્યા જ હતા કે રોહાના ટોલ પ્લાઝા પાસે તેમનો અકસ્માત થઈ ગયો. જાણખારી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. રોડવેઝ બસને ટ્રેક કરવા માટે નાકાબંધી કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક માલગાડીએ 16 પ્રવાસી મજૂરોને કચડી નાખ્યા હતા. તમામ મજૂર મધ્ય પ્રદેશના રહેવાસી હતી, જેઓ પાટા પર જ ઊંઘી ગયા હતા.

સુરતઃ 41 વર્ષના ઢગાએ લગ્નની લાલચ આપી 18 વર્ષની છોકરી પર 6 વાર રેપ કર્યોસુરતઃ 41 વર્ષના ઢગાએ લગ્નની લાલચ આપી 18 વર્ષની છોકરી પર 6 વાર રેપ કર્યો

English summary
6 Migrant Worker Killed and 4 injured in Road Accident in Muzaffarnagar, Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X