છતીસગઢ ના બલૌદા માં મોટી સડક દુર્ઘટના, એક બાળક સહિત છ લોકોના મૌત
છત્તીસગઢના બલૌદા બાજાર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. એક પીકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ ગઇ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મૌત થઇ ચૂક્યા છે જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં એક બાળક અને મહિલાનો પણ સમાવેશ થાય છે.

મામલાની બલૌદા બાજારમાં એસએસપી દિપક ઝાાએ જણાવ્યુ હતુકે, પિકઅપમાં બે દર્ઝન કરતા વધારે લોકો સવાર હતા. ત્યારે અચાનક ટ્રકે ટક્કર મારી દિધી હતી. જેમાથી 6 લોકોના મત થયા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલોનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના પ્લારી પોલીસ હદ્દમાં થયો હતો.
ઘાયલો અનુસાર તે લોક પારિવારીક કાર્યક્રમમાં ગયા હતા. ત્યાથી પરત ફરતી વખતે પિકઅપ વાનની ટક્કર ટ્રક સાથે થઇ હતી. આનન ફાનન માં સ્થાનીય લોકોએ મદદથી તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યા સુધીમાં 6 લોકોના મૌત થઇ ચૂક્યા હતા.
એક નજરે જોનારે જણાવ્યુ હતુ કે, ઘોડા પુલ નામના જગ્યાએ આ દુર્ઘટના થઇ હતી. બંને વાહન ખોટી દિશામાં આવી રહ્યા હતા. તેની રફ્તાર વધારે હતી. દુર્ઘટના બાદ ત્યાંપર લોકોએ ભીડ એકત્ર થઇ ગઇ હતી અને જલ્દી જલ્દી ઘાયલોને હોસ્પીટલ પહોચાડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
