હીથ્રો એરપોર્ટથી 6 હજાર ભારતીય વીઝા સ્ટીકરની ચોરી

અહમદે જણાવ્યું કે ત્રણ સપ્ટેમ્બર 2012ના રોજ ભારતીય ઉચ્ચાયોગ લંડનને સૂચિત કરવામાં આવ્યું હતું કે ચાર રાજનૈનયિક બેગ, જેમાંથી ત્રણ બેગમાં 6 હજારથી વધારે વીઝા સ્ટીકર ભરેલા હતા. લંડનના હીથ્રો હવાઇ મથક પરથી હાઇ કમિશન પાસે લઇ જતી વખતે ચોરી લેવામાં આવ્યા હતા.
અહેમદે જણાવ્યું કે ગુમ વીઝા સ્ટીકર ભારતીય હાઇકમિશન લંડનને મોકલવામાં આવેલા 50 હજાર વીઝા સ્ટીકરોની ખેપનો એક ભાગ હતાં.
તેમણે જણાવ્યું કે લંડન સ્થિત સંબંધિત પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાની જાણકારી મળતા જ ભારતમાં બધા જ સંબંધિત અધિકારીઓને તેની જાણ કરી દેવામાં આવી હતી. વીઝા સ્ટીકરોનો કોઇ પ્રકારનો દુરુપયોગ રોકવા માટે યોગ્ય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
