• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંબઈ મેરેથોનઃ કાર્ડિયાક એરેસ્ટથી 64 વર્ષીય ગજાનનનુ મોત, 6 ઘાયલ

|

એક દુઃખદ સમાચાર મુંબઈથી છે. રવિવારે મેરેથોન 2020માં શામેલ થયેલા 64 વર્ષીય વ્યક્તિનુ હ્રદયરોગનો હુમલાના કારણે મોત થઈ ગયુ. રવિવારે 64 વર્ષીય ગજાનન મલ્જાલકર મુંબઈ મેરેથોન 2020માં દોડી રહ્યા હતા ત્યારે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો જેનાથી તેમનુ મોત થઈ ગયુ.

તેઓ સીનિયર સિટીઝનવાળી કેટેગરીમાં રેસ કરી રહ્યા હતા અને લગભગ 4 કિલોમીટર દોડ્યા બાદ જ તેમને હ્રદયરોગનો હુમલો થયો. ત્યારબાદ તેમને બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મેરેથોનમાં શામેલ થનાર અન્ય બે લોકોને પણ હ્રદયરોગનો હુમલો આવ્યો ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. તેમાંથી એક 40 વર્ષીય હિમાંશુ ઠક્કરનો ઈલાજ ચાલી રહ્ય છે. વળી બીજા વ્યક્તિને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

રવિવારે સવારે 5.15 વાગે 'હાફ મેરેથોન' શરૂ થઈ હતી જેમાં પુરુષ વર્ગમાં ડેરારા હરિસાએ જીત મેળવી અને અયેલે અબ્સેરો બીજા અને બિરહાનૂ ટેશોમ ત્રીજા સ્થાન પર રહ્યા. આ મેરેથોનમાં છ લોકોના ઘાયલ થવાના સમાચાર છે. મહિલા વર્ગમાં અમાને બેરિસો પ્રથમ, રોડા જેપકોરિર બીજા અને હેવન હાઈકૂ ત્રીજા સ્થાન પર રહ્યા. આ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 17મી મુંબઈ મેરેથોને લીલી ઝંડી બતાવી હતી.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ 24 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં, પ્રિયંકાએ સાધ્યુ ભાજપ પર નિશાન

English summary
64 year old gajanan died of cardiac arrest while running mumbai marathon today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X