કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 45 હજારને પાર, નવા 6535 કેસ સામે આવ્યા
કોરોના વાયરસનો પ્રકોપ હાલમાં થમતો દેખાઈ નથી રહ્યો. મંગળવારે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 1,45,380 થઈ ગઈ.
કોરોના વાયરસનો પ્રકોપ હાલમાં થમતો દેખાઈ નથી રહ્યો. મંગળવારે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 1,45,380 થઈ ગઈ જેમાંથી 6,535 પૉઝિટીવ કેસ છેલ્લા માત્ર 24 કલાકમાં સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 146 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારબાદ મૃતકોનો આંકડો વધીને 4167 થઈ ગયો છે. જો કે હજુ સુધી કોરોના વાયરસના 60,490 દર્દી રિકવર થઈ ચૂક્યા છે અને હાલમાં સક્રિય કેસ 80,722 છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં કોરોના વયારસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો કે સંક્રમણ રોકવા માટે દેશમાં 31 મે સુધી માટે લૉકડાઉનનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ કોરોના વાયરસના દર્દી સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના વધતા કેસોને જોતા સોમવારે ગાઝિયાબાદ પ્રશાસને દિલ્લી-ગાઝિયાબાદ બોર્ડરને એક વાર ફરીથી સીલ કરી દીધી. આદેશમાં જણાવવામાં આવ્યુ છે કે માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો અને પાસ ધારક ગાડીઓને જ સીમા પર એન્ટ્રી મળશે.












Click it and Unblock the Notifications
