મહારાષ્ટ્રમાં નક્સલી હુમલો, 7 પોલીસકર્મીઓ શહીદ

અધિકારીઓના અનુસાર મૃત્યુ પામેલા સુરક્ષાકર્મી મહારાષ્ટ્રના વિશેષ સી-60 નક્સલ નિરોધી અભિયાન બળોની સાથે હતા અને વિસ્ફોટ તે સમયે થયો હતો જ્યારે મુરમરી-ચામુરી વચ્ચે તેમનું વાહન પસાર થઇ રહ્યું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ''નક્સલીઓના હુમલામાં અમારા સાત જવાન મૃત્યું પામ્યા હતા. ઘટના ગઢચિરોલી છે.'' તેમણે કહ્યું કે ઇજાગ્રસ્તોને હવાઇ માર્ગથી નાગપુરથી લાવવામાં આવી. વિસ્તારમાં વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. બારૂદી સુરંગ વિસ્ફોટ બાદ પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારી થઇ. પોલીસના અનુસાર વન વિસ્તારમાં હજુ સુધી પણ ગોળીબારી ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
