એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાતાં 7નાં મોત
ઉત્તર પ્રદેશના બરેલીના ફતેહગંજ થાણા વિસ્તારમાં મંગળવારના રોજ એમ્બ્યુલન્સ કેન્ટર સાથે અથડાતા સાત લોકોના મોત થયા હતા. રામામૂર્તિ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દિલ્હીથી બરેલી આવી રહી હતી.
ઉત્તર પ્રદેશના બરેલીના ફતેહગંજ થાણા વિસ્તારમાં મંગળવારના રોજ એમ્બ્યુલન્સ કેન્ટર સાથે અથડાતા સાત લોકોના મોત થયા હતા. રામામૂર્તિ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દિલ્હીથી બરેલી આવી રહી હતી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાંખા પુલ પાસે અકસ્માત થયો હતો, એમ ફતેહગંજ પશ્ચિમ ઝોન પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલ દ્વારા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. CM ઓફિસે લખ્યું, "UPCM @myogiadityanath એ બરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા, મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
#UPCM @myogiadityanath ने जनपद बरेली में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा शोक प्रकट किया है।
— CM Office, GoUP (@CMOfficeUP) May 31, 2022
मुख्यमंत्री जी ने दिवंगत आत्माओं की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।












Click it and Unblock the Notifications
