For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં નક્સલીઓ સામે જીત્યુ લોકતંત્રઃ 70 ટકા મતદાન

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનમાં 18 વિધાનસબાની બેઠકો પર સોમવારે 70 ટકા મતદાન થયું છે. રાજ્યના નકસ્લી પ્રભાવિત બસ્તર અને રાજનાંદગાવ ક્ષેત્રમાં 13 બેઠકો પર 3 વાગ્યે મતદાન પૂર્ણ થઇ ગયું હતું, અન્ય બેઠકો પર પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું.

આ દરમિયાન રાજ્યના કાંકેર જિલ્લામાં વિસ્ફોટ, જગદલપુરમાં ઝડપ અને દંતેવાડામાં ગોળીબારના સમાચાર આવ્યા, જેમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો. બીજી તરફ બીજાપુર, સુકમા, કોંટા અને અનંતગઢ વિધાનસભા ક્ષેત્રોના જંગલી વિસ્તારોમાં સ્થિત નવ કેન્દ્રોમાં નક્સલીઓએ અડચણો ઉભી કરી છે. બીજાપુરમાં 10 કેજી વિસ્ફોટક મળી આવ્યા છે.

જગદલપુર અને કોંટા વિધાનસભા ક્ષેત્રોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઇ. જેમાં કોંગ્રેસના ઉમેદવાર સામૂ કશ્યપને ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

eleciton
નક્સલ પ્રભાવિત 18 વિધાનસબા ક્ષેત્રો માટે મતદાન સોમવારે સવારે ધીમી ગતિએ શરૂ થઇ. આ ક્ષેત્ર નક્સલીઓના ગઢ મનાય છે ને અહીં જંગલી વિસ્તારોમાં સ્થિત મતદાન કેન્દ્ર વેરાણ જોવા મળ્યા હતા. પરંતુ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ મતદાને પણ વેગ પકડ્યો.

રાઇટ ટૂ રિજેક્ટના નામથી લોકપ્રીય નન ઓફ ધ એબવ(એનઓટીએ)ના વિકલ્પને પણ વોટિંગ મશિનમાં રાખવામાં આવ્યું છે. જેની શરૂઆત ભારતમાં છત્તીસગઢના પ્રથમ ચરણના મતદાનમાં કરવામાં આવી છે. રાજનાંદગાંવથી મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર રમણ સિંહ ચૂંટણી લડી રહ્યાં છે.

English summary
Seventy per cent voting was recorded across 18 constituencies of Bastar and Rajnandgaon till 3 p.m. in the first phase of Assembly election in Chhattisgarh, where violence by Naxals who have called for a poll boycott left a CRPF jawan dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X