70 વર્ષની ઉંમરે એકલા હાથે કૂવો ખોદી રહ્યા છે આ વૃદ્ધ

બિહારમાં દશરથ માંજીએ એકલા હાથે પહાડ તોડીને રસ્તો બનાવી દીધો હતો. હવે મધ્યપ્રદેશમાં તેમના જેવો જ એક વ્યક્તિ કૂવો ખોદવામાં લાગ્યો છે.

બિહારમાં દશરથ માંજીએ એકલા હાથે પહાડ તોડીને રસ્તો બનાવી દીધો હતો. હવે મધ્યપ્રદેશમાં તેમના જેવો જ એક વ્યક્તિ કૂવો ખોદવામાં લાગ્યો છે. ઘડપણ માં જ્યાં એક બાજુ શરીર જવાબ આપવા લાગે છે તેવી હાલતમાં મધ્યપ્રદેશમાં સીતારામ રાજપુર કૂવો ખોદી રહ્યા છે. 70 વર્ષના સીતારામે આ જવાબદારી ઉઠાવી છે. ઉંમરના આ પડાવમાં તેમને સરકારની કોઈ મદદ પણ નથી મળી રહી.

ગામના છેલ્લા અઢી વર્ષ થી પાણીની સમસ્યા

ગામના છેલ્લા અઢી વર્ષ થી પાણીની સમસ્યા

મધ્યપ્રદેશના છતરપુરમાં હડુઆ ગામમાં રહેનાર સીતારામ રાજપૂતે એકલા સાથે ગામમાં ચાલી રહેલી પાણીની સમસ્યા માટે જવાબદારી ઉઠાવી છે. હડુઆ ગામ ચાલે અઢી વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગામમાં પાણીની ખુબ જ સમસ્યા છે પરંતુ કોઈ પણ આ સમસ્યાનો ઉકેલ નથી લાવી રહ્યું. સરકાર તરફથી જયારે ગામને કોઈ મદદ નહીં મળી ત્યારે સીતારામે જાતે આ સમસ્યાથી લડવાનું નક્કી કર્યું.

મદદ માટે કોઈ પણ આગળ આવ્યું નહીં

મદદ માટે કોઈ પણ આગળ આવ્યું નહીં

સીતારામ રાજપૂતે ગામમાં એકલા હાથે કૂવો ખોદવાનું ચાલુ કર્યું. ગામમાં પાણીની આટલી બધી સમસ્યા હોવા છતાં પણ કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં. તેઓ એકલા જ ઘણા સમયથી કૂવો ખોદી રહ્યા છે. તેમને જણાવ્યું કે સરકાર અને ગામના લોકો કોઈ પણ મદદ નથી કરી રહ્યું.

ઈન્ટરનેટ પર લોકોએ શિવરાજ સરકાર પર ગુસ્સો કાઢ્યો

ઈન્ટરનેટ પર લોકોએ શિવરાજ સરકાર પર ગુસ્સો કાઢ્યો

70 વર્ષની ઉંમરે ગામ માટે કૂવો ખોદી રહેલા સીતારામ રાજપૂતના સાહસને લોકોએ સલામ કર્યું. સોશ્યિલ મીડિયા પર લોકોએ તેમને બીજા દશરથ માંજી ગણાવ્યા. લોકોએ સરકારને અપીલ કરી કે તેમની મદદ કરવામાં આવે. કેટલાક લોકોએ ગામમાં પાણી નહીં પહોંચાડવા માટે શિવરાજ સરકાર પર હુમલો કર્યો. તેમને જણાવ્યું કે તેઓ પ્રદેશની તુલના અમેરિકા સાથે કરે છે અને લોકો પાસે પીવા માટે પાણી પણ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X