OMG! 70 વર્ષના શિક્ષકને થયો 15 વર્ષની બાળકી સાથે પ્રેમ

આ ઘટનાની કહાણી એ છે કે હફીઝ નામના વૃદ્ધ જેમને મૌલવી સાહેબ કહીને બોલાવવામાં આવે છે, ભોપાલના એક મુસ્લિમ પરિવારની પુત્રીને ધાર્મિક શિક્ષા આપવા માટે તેના ઘરે જતાં હતા. દાદાની ઉંમરની આ વ્યક્તિને 15 વર્ષીય બાળકી સાથે પ્રેમ થઇ ગયો. લગભગ છ મહીના પહેલા હફીઝ દ્વારા પોતાની પુત્રી સાથે કેટલાંક અડપલા કરતાં જોઇ પરિવારજનોએ તેનું ટ્યુશન બંધ કરાવી દીધું. પરંતુ હફીઝના દિલ અને દિમાગ પર પ્રેમનો ભૂત સવાર હતો.
મંગળવારે હફીઝે રસ્તામાં જ બાળકીને રોકી લીધી અને ભોળવીને તેને પોતાની સાથે લઇ ગયો. મંગળવારેની સાંજે જ્યારે બાળકી ઘરે ના આવી તો પરિવારજનોએ તેના ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી.
પોલીસે બાળકીના મોબાઇલ ફોનને ટ્રેક કર્યો અને તેના લોકેશન અંગે ભાળ મેળવી લીધી, અને મોડી રાત્રે હફીઝના ઘરેથી મેળવી લેવાઇ. પોલીસે હફીઝ પર કિડનેપિંગનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે જ્યારે હફીઝના ક્રાઇમ રિપોર્ટની તપાસ કરી તો માલૂમ પડ્યું કે પાંચ વર્ષ પહેલા તેને બળાત્કારના આરોપમાં પકડવામાં આવ્યો હતો.
Did You Know: 18મી સદીમાં ભોપાલ એક નાનકડું ગામ હતું. ત્યાં ગોંડ સામ્રાજ્ય હતું. 1672થી 1728ની વચ્ચે અફગાની સૈનિક દોસત મોહમ્મદ ખાને આ શહેરને વસાવ્યું હતું.












Click it and Unblock the Notifications
