25 August Covid Update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10725 નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોના સંક્રમણ કેસ હજૂ પણ યથાવત છે. બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજૂ પણ સતત કોરોના સંક્રમણના કેસો નોંધાઇ રહ્યા છે.
25 August Covid Update : ભારતમાં કોરોના સંક્રમણ કેસ હજૂ પણ યથાવત છે. બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજૂ પણ સતત કોરોના સંક્રમણના કેસો નોંધાઇ રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10725 નવા કેસ નોંધાયા છે, જ્યારે 13084 દર્દીઓ સાજા થયા છે.
આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 94047 છે. ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ કોરોનાના 10649 નવા કેસ નોંધાયા હતા.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 307 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 360 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

રાજ્યમાં કુલ 11,000 લોકોના મોત
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,000 લોકોએ કોરોનાસંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1965 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,000 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,55,585 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1965 થઇ છે. જેમાંથી 19 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,19,34,488 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કુલ 12,16,40,272 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈરહી છે.

2,94,216 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.96 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,94,216 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
