દેશના 78 જિલ્લામાં છેલ્લા 14 દિવસોથી કોરોનાનો કેસ નથીઃ આરોગ્ય મંત્રાલય

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસોની સંખ્યા વધીને 21,393 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસોની સંખ્યા વધીને 21,393 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 1049 કુલ પૉઝિટીવ કેસ આવ્યા છે. ત્યારબાદ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 21 હજારને પાર જતી રહી છે. રાહતની વાત એ છે કે વૈશ્વિક મહામારીથી દેશમાં અત્યાર સુધી 4,257 લોકો રિકવર થઈ ચૂક્યા છે.

love agrawal

કોરોના વાયરસ વિશે ભારતના લોકોમાં ડર વધતો જઈ રહ્યો છે. કુલ સંક્રમિત કેસોની સખ્યા 21 હજારથી વધુ થયા બાદ લોકોમાં એક વાર ફરીથી લૉકડાઉન લંબાવવા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ડેલી અપડેટમાં કોરોના સાથે જોડાયેલી ઘણી માહિતીઓ દેશ સાથે શેર કરી છે. તેમણે જણાવ્યુ કે દેશભરમાં કોરોનાથી કુલ 681 મોત થયા છે પરંતુ અત્યાર સુધી 4,257 લોકો રિકવર થઈ ચૂક્યા છે. બુધવારે જ 388 વધુ દર્દી રિકવર થયા છે.

લવ અગ્રવાલે આગળ કહ્યુ, જ્યાં પહેલા આવા 4 જિલ્લા હતા જ્યાં કોઈ કેસ આવ્યા નથી, હવે આ સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. દેશભરમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 78 એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 14 દિવસથી કોઈ કેસ આવ્યો નથી. વળી, પર્યાવરણ સચિવ અને એમપૉવર્ડ ગ્રુપ-2ના અધ્યક્ષ સીકે મિશ્રાએ જણાવ્યુ કે 23 માર્ચે અમે આખા દેશમાં 14,915 ટેસ્ટ કર્યા હતા, 22 એપ્રિલે અમે 5 લાખથી વધુ ટેસ્ટ કર્યા છે. આ 30 દિવસોમાં 33 ગુના છે. પરંતુ અમને એ ખબર નથી કે આ પૂરતુ નથી અને આપણે સતત આગળ વધવાનુ છે અને દેશમાં ટેસ્ટિંગ વધારવાનુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X