For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, પગારવધારાને મંજૂરી

કેન્દ્રની મોદી સરકારે દેશભરની કેન્દ્રીય કોલેજો અને યુનિવર્સિટીના શિક્ષકો, એકેડેમિક સ્ટાફ, રજિસ્ટાર, નાણાં અધિકારી, પરીક્ષા નિયંત્રકોને પગાર વધારાને ભેટ આપી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની મોદી સરકારે દેશભરની કેન્દ્રીય કોલેજો અને યુનિવર્સિટીના શિક્ષકો, એકેડેમિક સ્ટાફ, રજિસ્ટાર, નાણાં અધિકારી, પરીક્ષા નિયંત્રકોને પગાર વધારાને ભેટ આપી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે કેન્દ્રીય સંસ્થાઓમાં 7માં પગારપંચની ભલામણો લાગુ કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપીને આ કર્મચારીઓના પગાર વધારાનો રસ્તો સાફ કરી દીધો છે.

7th pay

માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સાતમાં પગાર પંચની ભલામણો મુજબ વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં શિક્ષકો, સમકક્ષ શેક્ષણિક સંવર્ગ, રજિસ્ટ્રાક, નાણાં અધિકારીઓ અને પરીક્ષા નિયંત્રકોના ભથ્થાના સુધારા માટે આદેશ આપ્યા છે. માનવ સંશાધન મંત્રાલયના આદેશ બાદ હવે આ કર્મચારીઓને પણ સાતમાં પગાર પંચ હેઠળ પગાર વધારાનો લાભ મળશે અને સાતમાં પગાર પંચ મુજબ ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના 30000 અને માનદ વિશ્વવિદ્યાલયોના 5500 શિક્ષકો અને કર્મચારીઓને લાભ મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે સરકારી તેમજ સહાયતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓને સાતમાં પગારપંચ હેઠળ પગાર વધારાની ભલામણોને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચોઃ અમિત શાહના પ્રદર્શન અંગે સામે આવ્યો મોટો સર્વે, ગ્રાફમાં મોટો ઘટાડોઆ પણ વાંચોઃ અમિત શાહના પ્રદર્શન અંગે સામે આવ્યો મોટો સર્વે, ગ્રાફમાં મોટો ઘટાડો

English summary
7th pay commission centre announces big bonanza these government employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X