મુંબઇ નજીક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી પડી, 12ના મોત
રાયગઢ, 4 મે: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં રવિવારે કોંકણ રેલ ખંડ પર એક મુસાફર ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી ઓછામાં ઓછા 12 મુસાફરોના મોત નિપજ્યા છે જ્યારે 30ને ઇજા પહોંચી છે.
આ દુર્ઘટન નીદી ગાંવ નજીક એક સુરંગના ઠીક બહાર તે સમયે થઇ જ્યારે દિવા-સાવંતવાડી મુસાફર ટ્રેનનું એન્જિન અને તેના ચાર ડબ્બા નગોથાને અને રોહા રેલવે સ્ટેશનો વચ્ચે પાટા પરથી ઉતરી ગયા. અકસ્માત સવારે લગભગ 10 વાગે થયો. રાયગઢ પોલીસના અનુસાર બચાવ અભિયાન ચાલુ છે અને બચાવકર્મી ડબ્બાઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર અકસ્માતમાં 12 મુસાફરોના મોત નિપજ્યા છે અને 30 લોકોને ઇજા પહોંચી છે. બીજી તરફ રેલવે વિભાગના પ્રવક્તાએ મૃતકોની સંખ્યા નવ બતાવી છે.

પોલીસના અનુસાર 10 લાશોને નાગોથને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પોસ્ટમોર્ટમ મોકલવામાં આવી છે. બે લાશોને સરકારી હોસ્પિટલોમાં લઇ જવામાં આવી. પોલીસે જણાવ્યું કે ઇજાગ્રસ્ત યાત્રીઓને સારવાર માટે રોહા મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ કોંકણ રૂટ પર રેલ સેવાને સ્થગિત કરવામાં આવી છે. ગત મહિને પણ આ માર્ગ પર એક માલગાડી પાટા પરથી ઉતરી ગઇ હતી.
રેલ વિભાગે આ અકસ્માતની તપાસના આદેશ આપ્યા હતા. રેલવે મંત્રી મલ્લિકાઅર્જુન ખડગેએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા તથા સામાન્ય ઇજાગ્રસ્તોને 10,000 રૂપિયાની રકમ વળતર પેટે આપવાની જાહેરાત કરી છે. રેલવે બોર્ડના અધ્યક્ષ અરૂણેંદ્ર કુમારે કહ્યું હતું કે કમિશ્નર (રેલ સુરક્ષા) ચેતન બક્શી આ ઘટનાની તપાસ કરશે અને તે ઘટન સ્થળે પહોંચી ગયા
કુમારના સલાહકાર (સ્વાસ્થ) બીબી અગ્રવાલ પણ ઘટનાસ્થળ પર પહોંચી રહ્યાં છે. રેલ વિભાગે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. ઠાણેનો નંબર 022-2533840 અને પનવલનો નંબર 022-27468 છે.












Click it and Unblock the Notifications
