ઓડિશા: 60 ફુટ ઊંડી ખાઈમાં પડી મીની ટ્રક, 8 મૌત અને 35 ઘાયલ

મંગળવારે સવારે ઓડિશાના કંધમાલ જિલ્લાના બાલીગુડા પાસે પોઈગુડા ઘાટમાં એક મીની ટ્રકનો અકસ્માત થયો છે.

મંગળવારે સવારે ઓડિશાના કંધમાલ જિલ્લાના બાલીગુડા પાસે પોઈગુડા ઘાટમાં એક મીની ટ્રકનો અકસ્માત થયો છે. આ એક્સીડંટમાં 8 લોકોની મૌત થઇ છે અને 35 કરતા પણ વધારે લોકો ગંભીર રૂપે ઘાયલ છે. સૂત્રો અનુસાર આ દુર્ઘટનામાં શિકાર થયેલા લોકો એક ચર્ચના ઓડિશનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ બધા જ લોકો સુલામાં વિસ્તારના જણાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મીની ટ્રકમાં લગભગ 50-60 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

road accident

સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર ,મીની ટ્રક ચાલકે વાહનથી નિયંત્રણ ગુમાવી દીધું. ત્યારપછી આ ટ્રક પોઈગુડા ઘાટથી નીચે પડી. આ ઘટનામાં 8 લોકોની જગ્યા પર જ મૌત થઇ ગઈ જયારે 35 કરતા પણ વધારે લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. મૃતકો કલિંગી, તારજગી અને ગદાપુર ગામના રહેવાસી છે. અકસ્માત પછી આસપાસના ગામના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને ટ્રકની બહાર કાઢ્યા.

આખી ઘટનામાં શિકાર થયેલા ઘાયલોને બાર્હમપુરના એમકેસીજી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, તેની સાથે જેમને થોડું નુકશાન થયું હતું તેમને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા. આ દુર્ઘટના સવારે 9.30 થી 10 વાગ્યે થઇ.

સૂત્રો અનુસાર ટ્રક લગભગ 50-60 ફૂટની ઉંચાઈથી પડી. આ દરમિયાન કંધમાલ કલેક્ટર અને એસપી જગ્યા પર પહોંચી ગયા. ઘાયલોનો ઉપચાર સમયસર કરવા માટે જિલ્લા હોસ્પિટલથી ડોક્ટરોની ટીમ દુર્ઘટનાસ્થળ માટે રવાના થઇ ચુકી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X