છત્તીસગઢઃ સુરક્ષાદળે 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 2 જવાન શહીદ

છત્તીસગઢઃ સુરક્ષાદળે 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 2 જવાન શહીદ

રાયપુરઃ છત્તીસગઢમાં મતદાન બાદ નક્સલી ગતિવિધિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલ ઓપરેશનમાં 8 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે અને તમામ નક્સલવાદીઓના મૃતદેહ એકઠા કરી લેવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સના 2 જવાન શહીદ થઈ ગયા છે. સુકમા એસપી અભિષેક મીણાએ આ વાતની પુષ્ટિ કરી છે.

naxal

જાણકારી મુજબ સાકલેરના જંગલમાં પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. નક્સલીઓ વિરુદ્ધ ડીઆરજી, એસટીએફ, કોબરા બટાલિયન અને સીઆરપીએફે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ મોટાં ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સભળતા હાથ લાગી છે. નક્સલવાદીઓ પાસેથી ભારી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

naxals

મળેલી જાણકારી મુજબ નક્સલવાદીઓ વિરુદ્ધ સુકમામાં જવાનોએ સોમવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું. જેમાં ડીઆરજી, એસટીએફ, કોબરા, સીઆરપીએફના જવાન સામેલ છે. બે વિવિધ ઘટનાઓમાં ડીઆરજીને બે જવાન શહીદ થયા, જ્યારે સુરક્ષાદળોએ 8 નક્સલવાદીઓને પણ ઠાર માર્યા. એસપી અભિષેક મીણાએ આ મુઠભેડની પુષ્ટિ કરી છે. મળેલી જાણકારી મુજબ હજુ પણ બંને બાજુથી ફાયરિંગ ચાલી રહ્યું છે. બેકઅપ પાર્ટીને પણ ઘટનાસ્થળ માટે રવાના કરી દેવામાં આવી રહી છે. જો કે શહીદ જવાનોના મામલામાં હજુ વિસ્તૃત જાણકારીનો ઈંતેજાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- ઉદ્ધવને મળ્યો ઉમા ભારતીનો સાથ, બોલ્યા, 'રામ મંદિરનો મુદ્દો ભાજપની પેટન્ટ નથી'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X