For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, મોદી સરકારની આ 8 સફળ યોજના વિશે

જાણો, મોદી સરકારની આ 8 સફળ યોજના વિશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યાના 4 મહિનાથી વધુનો સમય પૂરો થઈ ગયો છે, આ સમયગાળામાં એનડીએ સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેટલીય યોજનાઓ શરૂ થઈ છે, જેનો લાભ સીધી રીતે જ જનતાને મળી રહ્યો છે. આ સરકારે ભારતના દરેક તબક્કે વિકાસ માટે સંભવ તમામ કોશિશો કરી છે. જેનાથી તેઓ પોતાની પાયાની જરૂરીયાતો પૂી કરી શકે પછી ભલેને તે મહિલાઓના વિકાસની વાત હોય કે પછી લઘુમતીઓના વિકાસની, મોદી સરકારે પોતાની આ યોજનાથી આર્થિક મદદ પહોંચાડી છે.

modi yojana

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના એક પ્રકારની બચત યોજના છે. જેમાં 10 વર્ષથી નાની બાળકીનું નામ નામાંકિત કરાવીને તેની અભ્યાસથી લઈને લગ્ન સુધીના ખર્ચાઓને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાને બેટી બચાઓ- બેટી પઢાઓ સ્કીમ અંતર્ગત લૉન્ચ કરવામાં આવી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.4 કરોડ અકાઉન્ટ ખુલ્યાં.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

પ્રધાનમંત્રી જીવન વીમા યોજના એક ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન છે. જેમાં રોકાણ કર્યા બાદ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. દેશના દરેક નાગરિક સુધી જીવન વીમાનો લાભ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે 9 મે 2015ના રોજ આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત 5.22 કરોડ પરિવારને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

2015ના બજેટમાં પીએમ મોદીએ ત્રણ સોશિયલ સિક્યોરિટી સ્કીમ લૉન્ચ કરી તેમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ છે. આ એક એક્સિડન્ટલ ઈન્સ્યોરન્સ સ્કીમ છે જે અંતર્ગત એક વર્ષણાં અકસ્માતને કારણે મૃત્યુ પામવા પર વીમો આપવામાં આવે છે જેને વાર્ષિક રિન્યૂ પણ કરી શકાય છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 13.25 કોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના

દેશના દરેક ગરીબમાં ગરીબ લોકોને પોતાનું ઘર આપવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભાજપ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના લૉન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં 44 અને ગ્રામીણ વિસ્તારમાં 1.18 કરોડ ઘર બનાવવામાં આવ્યાં. 2022 સુધીમાં 2 કરોડથી વધુ સસ્તાં ઘર બનાવવાનો ટાર્ગેટ છે.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન

દેશના દરેક ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશનની શરૂઆત કરી. અત્યાર સુધીમાં કુલ 13,465 સ્ટાર્ટઅપને DIPPની માન્યતા મળી છે. જ્યારે સકારે 129 સ્ટાર્ટઅપને ફંડ પણ પૂરું પાડ્યું છે. 2020 સુધીમાં 3 લાખ નવી જોબ અે 2020 સુધીમાં 10500 નવાં સ્ટાર્ટઅ શરૂ કરવાનો મોદી સરકારનો પ્લાન છે. આ ઉપરાંત મોદી સરકારે મુંદ્રા બેંક યોજના, સ્કિલ યોજના, ઉજાલા યોજના સહિતની કેટલીય યોજનાઓ લૉન્ટ કરી હતી.

આ પણ વાંચો- વિદ્યાર્થિનીઓને સશક્ત બનાવી રહ્યો છે મોદી સરકારનો પ્રોજેક્ટ 'ઉડાન'

English summary
With 4.5 years of governance done the Modi government seems to be on track with its poll promises. Major Schemes of Modi Govt That You Must Know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X