મધ્યપ્રદેશમાં મેગી ખાવાથી 9 બાળકોની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
મધ્યપ્રદેશના છતરપુરમાં મેગી ખાવાથી 9 બાળકોની તબિયત બગડી ગયી છે. આ બધા જ બાળકોએ શનિવારે રાત્રે મેગી ખાધી હતી, ત્યારપછી તેઓ બીમાર પડી ગયા.
મધ્યપ્રદેશના છતરપુરમાં મેગી ખાવાથી 9 બાળકોની તબિયત બગડી ગયી છે. આ બધા જ બાળકોએ શનિવારે રાત્રે મેગી ખાધી હતી, ત્યારપછી તેઓ બીમાર પડી ગયા. બધા જ બાળકોની બગડતી તબિયત પછી તેમને ગ્વાલિયર મેડિકલ કોલેજમા રીફર કરવામાં આવ્યા, ત્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. જાણકારી અનુસાર આ ઘટના છતરપુર જિલ્લાના નૌગામ તહેસીલ ના ગામ બેન્ચોરાની છે. જ્યાં એક જ પરિવાર ના બધા જ 9 બાળકોની મેગી ખાવાથી તબિયત ખરાબ થઇ ગયી.

બાળકોની તબિયત ખરાબ થવા પર તેમને નૌગામ સામુદાયિક કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ જયારે બાળકોની હાલત ગંભીર થઇ ગયી ત્યારે તેમને ગ્વાલિયરના હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા. શનિવારે રાત્રે જયારે ઘરમાં બાળકોએ મેગી ખાવાની જીદ કરી ત્યારે મહિલાએ ઘરની નજીક આવેલી દુકાનમાંથી 10 મેગી મંગાવી અને બાળકોને મેગી બનાવીને ખવડાવી. પરંતુ મેગી ખાધા પછી બાળકોની તબિયત બગાડવા લાગી. ત્યારપછી પરિવારના લોકોએ આસપાસમાં તેની જાણકારી આપી. લોકોએ તરત 108 ડાયલ કરીને 108 બોલાવી અને બાળકોને તરત સામુદાયિક કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
