For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો 9 વાતો કેમ અને કેવી રીતે ફાટે છે વાદળ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ઓગષ્ટ: ઉત્તરાખંડમાં ફરી એકવાર વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે. ત્યાંના ટિહરી જિલ્લામાં વાદળ ફાટવાથી 5 લોકોના મોત નિપજ્યાં છે. વાદળ ફાટવાથી આ કહેર બાદ ટિહરી-રૂદ્રપ્રયાગ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો. આટલું જ નહી હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના સાત મોટા શહેરોમાં વાદળ ફાટવાની આશંકા વ્યક્ત કરી છે.

<strong>પુણે ભૂસ્ખલન: તસવીરોમાં જુઓ કેવી રીતે થશે 150 લાશોના અંતિમ સંસ્કાર</strong>પુણે ભૂસ્ખલન: તસવીરોમાં જુઓ કેવી રીતે થશે 150 લાશોના અંતિમ સંસ્કાર

કહવાય છે, પ્રકૃતિના કહેરથી બચવું નામુમકિન છે. ભૂસ્ખલન હોય, ભૂકંપ, સૂનામી, પૂર કે પછી વાદળનું ફાટવું, પ્રકૃતિ ઘણા પ્રકારે આપણી પર કહેર વર્તાવી શકે છે. જેમાં હજારો લાખો લોકો દર વર્ષે કાળના મોંઢામાં સમાઇ જાય છે. અમે અહીં વાત કરીશું તે ભયાવહ કુદરતી આફતની જેમાં વાદળ ફાટી જાય છે.

<strong>Alert! આગામી 24 કલાકમાં મુંબઇ-અમદાવાદ સહિત 7 શહેરોમાં મચી શકે છે તબાહી</strong>Alert! આગામી 24 કલાકમાં મુંબઇ-અમદાવાદ સહિત 7 શહેરોમાં મચી શકે છે તબાહી

અંતે કેમ ફાટે છે વાદળ
જ્યારે વાતાવરણમાં દવાણ એકદમ ઓછું થઇ જાય છે અને વાદળ અચાનક એકબીજા સાથે અથવા પહાડ સાથે ટકરાઇ છે, ત્યારે અચાનક ભારે માત્રામાં પાણી વરસે છે. તેને વાદળ ફાટવું કહે છે. આ પ્રક્રિયા વધુ ઉંચાઇ પર થતી નથી, તેમાં 100 મીલીમીટર પ્રતિ કલાકે વરસાદ થાય છે અને પૂર જેવો નજારો દેખાવવા લાગે છે.

સ્લાઇડરમાં તસવીરોની સાથે જોઇએ વાદળ ફાટવા સાથે જુડાયેલા 9 મહત્વપૂર્ણ તથ્ય.

 શું થાય છે?

શું થાય છે?

વાદળનું ફાટવું એક પ્રાકૃતિક ઘટના છે, જ્યારે વાદળ ફાટે છે તો અચાનક જોરદાર વરસાદ થાય છે અને સ્થિતિ પૂર અને વાવાઝોડા જેવી સર્જાઇ છે.

 પહાડી વિસ્તારોમાં હોય છે ખતરો

પહાડી વિસ્તારોમાં હોય છે ખતરો

વાદળ ફાટવાને મોટાભાગની આફતો પહાડી વિસ્તારોમાં જ થાય છે જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મૂ-કાશ્મીર વગેરે.

 100 મિલીમીટર પ્રતિ કલાકે વરસાદ

100 મિલીમીટર પ્રતિ કલાકે વરસાદ

વાદળ ફાટવાના કારણે થનાર વરસાદ લગભગ 100 મિલીમીટર પ્રતિ કલાકના દરે થાય છે.

 ભારે વરસાદથી થાય છે તબાહી

ભારે વરસાદથી થાય છે તબાહી

વાદળ ફાટતાં થોડીક મિનિટોમાં જ 2 સેંટીમીટરથી વધુ વરસાદ થાય છે. જેના લીધે ભારે તબાહી થાય છે.

પહાડી વિસ્તારોમાં થાય છે

પહાડી વિસ્તારોમાં થાય છે

આમાં ભારે ભેજ ધરાવતો પવન પોતાના માર્ગમાં આવતાં પહાડો સાથે ટકરાઇ છે જેથી એક ખાસ પ્રકારના વાદળોનું નિર્માણ થાય છે.

 પવન જ્યારે ઓછો પડી જાય છે

પવન જ્યારે ઓછો પડી જાય છે

જ્યારે તે વાદળોને ઉપરની તરફ ધકેલનાર વાયુ જ્યારે નબળી પડી જાય છે તો અચાનક જ આ વાદળોથી મૂશળાધાર વરસાદ શરૂ થઇ જાય છે જેને વાદળનું ફાટવું કહે છે.

 15 કિલોમીટરની ઉંચાઇ પર

15 કિલોમીટરની ઉંચાઇ પર

વાદળ ફાટવાની ઘટના હંમેશા ધરતીથી લગભગ 15 કિલોમીટરને ઉંચાઇ પર ઘટે છે.

પૂરની સ્થિતી પેદા થાય છે

પૂરની સ્થિતી પેદા થાય છે

વાદળ ફાટે ત્યારે સામાન્ય રીતે ગર્જના અને વિજળીના ચમકારા સાથે તેજ આંધી સાથે ભારે વરસાદ વરસે છે. આવા ભારે વરસાદથી પૂરની સ્થિતી પેદા થાય છે અને ચારે તરફ તબાહી મચે છે.

 શું છે ઉપાય

શું છે ઉપાય

જરૂરી છે કે પ્રાકૃતિક સંતુલનને જાળવી રાખવાના પ્રયત્નોની અને આવી જગ્યાએ બચાવ કાર્યોની વ્યવસ્થાની જ્યાં વાદળ ફાટવાની ઘટના સર્જાવવાની સંભાવના વધુ હોય છે.

English summary
Uttarakhand again witnessed cloudburst. MET department releases the alert of the same in Mumbai, Pune and 5 other cities. Do you know what is Cloudburst? Here are 8 interesting facts.&#13;
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X