For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇની શક્તિ મિલમાં 18 મહિનામાં 9 યુવતીઓ પર બળાત્કાર

|
Google Oneindia Gujarati News

stop-rape-now
મુંબઇ, 3 સપ્ટેમ્બર : મુંબઇની કુખ્યાત બનેલી શક્તિ મિલમાં મહિલા ફોટો જર્નલિસ્ટ સાથે થયેલી ગેંગરેપ ઘટનામાં ચોંકવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલ્યું છે કે તેમણે શક્તિ મિલમાં અત્યાર સુધીમાં 9 જેટલી ગેંગરેપની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આરોપીઓએ પોલીસની પૂછપૂરછમાં કબૂલ્યું કે તેમણે છેલ્લા 18 મહિનામાં 9 છોકરીઓ સાથે બળાત્કાર કર્યા હતા. તેઓ એક ટોળકી બનાવી આવી ઘટનાઓને અંજામ આપતા હતા.

આ જૂથમાં કુલ 8 જેટલા આરોપીઓ સામેલ છે. આઠમાંથી પાંચ આરોપીઓ એ જ છે જેમણે બે સપ્તાહ પૂર્વે શક્તિ મિલમાં મહિલા ફોટોજર્નલિસ્ટ પર સામૂહિક બળાત્કાર કર્યો. આ 9 બળાક્તારની ઘટનાઓમાંથી માત્ર બે પીડિતાઓએ શક્તિ મિલમાં ગેંગરેપ થયાની ફરિયાદ નોઁધાવી છે.

મુંબઈમાં 19 વર્ષિય એક યુવતિએ ભાંડૂપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પ્રમાણે શક્તિ મિલમાં તેની સાથે 31 જુલાઇના રોજ પાંચ લોકોએ ગેંગરેપ કર્યો. આ ઘટનામાં છઠ્ઠા આરોપી એન.એમ. જોશીની માર્ગ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે બાકીના બે હજુ પણ ફરાર છે.

અગાઉ શક્તિ મિલમાં મહિલા ફોટોજર્નલિસ્ટ સાથે થયેલા ગેંગરેપની ઘટના બાદ મુંબઈ પોલીસે સામુહિક અપીલ કરી હતી કે જો અન્ય કોઈ મહિલા સાથે આ પરિસરમાં ગેંગરેપ થયો હોય તો તેઓ સામે આવી પોલીસને ફરિયાદ કરે. આ અપીલ બાદ વધુ એક યુવતિ સામે આવી છે, જ્યારે સાત જેટલી પીડિતાઓ વિશે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે.

English summary
9 girls raped in last 18 months at Mumbai's Shakti Mill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X