પશ્ચિમ બંગાળમાં 9 મહિનાની બાળકી સાથે રેપ, પોલિસે નોંધ્યો કેસ
પશ્ચિમ બંગાળમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 9 મહિનાની બાળકી સાથે કથિત રેપનો કેસ સામે આવ્યો છે.
હૈદરાબાદમાં જે રીતે વેટનરી મહિલા ડૉક્ટર સાથે ચાર હેવાનોએ સામૂહિક બળાત્કાર બાદ તેને જીવતી સળગાવી દીધી ત્યારબાદ દેશભરમાં આ ઘટનાના વિરોધમાં લોકોમાં આક્રોશ છે અને લોકો આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 9 મહિનાની બાળકી સાથે કથિત રેપનો કેસ સામે આવ્યો છે. આરોપ છે કે બાળકી સાથે તેના અંકલે રેપ કર્યો. આ ઘટના હાવડા જિલ્લાના શ્યામપુરના બરગ્રામ પંચાયતની છે. પોલિસે જણાવ્યુ કે આરોપીની ઓળખ અનૂપ પ્રમાણિક તરીકે થઈ છે. આ ઘટના ગુરુવારની છે.

માહિતી મુજબ આરોપી બાળકીની પડોશમાં રહેતો હતો અને તે બાળકીને બુધવારે તેના ઘરે લઈ ગયો. આરોપીએ બાળકીના પરિવારને કહ્યુ કે તે એને બહાર રમકડુ અપાવવા લઈ જઈ રહ્યો છે. પરંતુ તે બાળકીને પાછી ઘરે લઈને આવ્યો તો ઘરવાળાએ જોયુ કે બાળકીના શરીરમાંથી લોહી વહી રહ્યુ છે. ત્યારબાદ પરિવાર પોલિસ પાસે પહોંચ્યો. પરિવારે આરોપી સામે લિખિત ફરિયાદ નોંધી છે. પોલિસે આરોપી સામે આઈપીસીની સંબંધિત ધારા હેઠળ કેસ નોંધ્યો છે. સાથે પોક્સો એકટ હેઠળ આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની પોલિસે ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈના કુર્લામાં 6 વર્ષની બાળકી સાથે રેપને કેસ સામે આવ્યો હતો. અહીં માસૂમ સાથે 60 વર્ષના વૃદ્ધ પર બાળકી સાથે રેપનો આરોપ લાગ્યો હતો. પરિવારવાળાની ફરિયાદ બાદ આરોપીને પોલિસે ધરપકડ કરી લીધી હતી. આરોપીનુ નામ અબ્દુલ હમી અંસારી છે જે આ વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. જ્યારે બાળકી તેની દુકાન પર ઈંડા લેવા ગઈ તો તેણે બાળકીને ચૉકલેટ આપવાના બહાને દુકાનમાં બોલાવી અને તેનુ યૌનશોષણ કર્યુ.












Click it and Unblock the Notifications
