હૈદરાબાદઃ ચોથા માળની લિફ્ટની શાફ્ટમાં પડ્યો 9 વર્ષનો બાળક, મોત
હૈદરાબાદના રાયદુર્ગમ વિસ્તારમાં દર્દનાક ઘટના બની ગઈ. બહુમાળી ઈમારતના ચોથા માળના લિફ્ટના શાફ્ટમાં પડવાથી એક 9 વર્ષના બાળકનુ મોત થઈ ગયુ.
હૈદરાબાદના રાયદુર્ગમ વિસ્તારમાં દર્દનાક ઘટના બની ગઈ. બહુમાળી ઈમારતના ચોથા માળના લિફ્ટના શાફ્ટમાં પડવાથી એક 9 વર્ષના બાળકનુ મોત થઈ ગયુ. પોલિસનુ કહેવુ છે કે લિફ્ટની બહારની સેફ્ટી ગ્રિલ બરાબર કામ ન કરવાને કારણે આ દૂર્ઘટના બની છે. ઘટના પંચવટી કૉલોનીના સાત માળના ટીવીએસ લેક વ્યુ અપાર્ટમેન્ટની છે. રવિવારે સાંજે ઈમારતના ચોથા માળના લિફ્ટની શાફ્ટમાં પડવાથી એક વર્ષના ધનુષનુ મોત થઈ ગયુ. જણાવવામાં આવી રહ્યુ છે કે ધનુષ ચોથા ફ્લોર પર પોતાના ફ્લેટ સામે પોતાની બહેન સાથે રમી રહ્યો હતો.

ધનુષે લિફ્ટમાં અંદર જવા માટે પગ મૂક્યો પરંતુ ત્યાં સુધી લિફ્ટ આવી નહોતી એટલા માટે તે લિફ્ટની શાફ્ટમાં પડી ગયો. બાદમાં નીચે આવતી લિફ્ટની નીચે દબાઈને તેનુ ઘટના સ્થળે જ મોત થઈ ગયુ. સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને બાળકને શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ.












Click it and Unblock the Notifications
