પાકમાં છૂપાયેલા છે મુંબઇ ધમાકાઓના ષડયંત્રકારી: શિંદે

ઇન્ટરપોલ મહાસભાની બેઠકમાં શિંદેએ કહ્યું કે ભારત ઘણા મુદ્દે આતંકવાદ, ખાસ કરીને સરહદપાર આતંકવાદના મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, દક્ષિણ એશિયામાં આતંકવાદ એક પ્રભાવી રણનીતિક હથિયાર તરીકે સામે આવ્યું છે. ગૃહમંત્રીએ 1993ના વિસ્ફોટનો હવાલો આપતા કહ્યું કે પાડોશી દેશને પુરતા પુરાવા આપ્યા છે અને તેમની સાથે નિયમીત સંવાદ કર્યા પછી પણ આ જધન્ય કૃત્યના તમામ ષડયંત્રકારી સુરક્ષિત શરણમાં છે. 1993માં મુંબઇના ઘણા સ્થળો પર થયેલા વિસ્ફોટોમાં 257 લોકોના મોત નિપજ્યા હતા અને 713 લોકોને ઇજા પહોંચી હતી.
શિંદેએ પાકિસ્તાનમાં છૂપાયેલા ષડયંત્રકારીઓનો હવાલો આપતા કહ્યું છે,''પાડોશી દેશમાં આ લોકોની ઉપસ્થિતિ જગજાહેર છે અને તેમના વિરોધ ઇન્ટરપોલની નોટિસ 1993થી વિલંબિત છે. આતંકવાદીઓએ એ વસ્તુ દર્શાવી છે કે સાધારણ તરકીબ અને સામાન્ય હથિયારો થકી તે 2008ના મુંબઇ હુમલા જેવી મોટી તબાહી લાવી શકે છે.''
ગૃહમંત્રીએ કહ્યું કે આતંકવાદી હુમલામાં જાન-માલનું મોટું નુક્સાન થયું છે. આતંકવાદીઓએ ખૌફ પેદા કરીને આપણી જિંદગીને પાટા પરથી ઉતારવાના પ્રયત્નો કર્યાં છે.સૌભાગ્યવશ, ભારતીય સમાજે વારંવાર સંયમનો પરચો આપ્યો છે અને આતંકવાદી હુમલાનો સામે ઝુક્યા નહીં.
તેમણે કહ્યું કે, 1993 અને 2008માં મુંબઇ હુમલો અથવા 2001નો અમેરિકાનો હુમલો એ વાતને રેખાંકિત કરે છે કે જાસૂસી અને તપાસ એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
