For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોધપુર હિંસાની ઘટનામાં 97 લોકોની ધરપકડ, ભારે પોલિસ બળ તૈનાત

ઈદના તહેવાર પર જે રીતે રાજસ્થાનના જોધપુરમાં બે સમુદાયો વચ્ચે ટકરાવ થયો તે બાદ સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે.

|
Google Oneindia Gujarati News

જોધપુરઃ ઈદના તહેવાર પર જે રીતે રાજસ્થાનના જોધપુરમાં બે સમુદાયો વચ્ચે ટકરાવ થયો તે બાદ સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે. ઘટના બાદ ભારે પોલિસ બળ તૈનાત કરવામાં આવ્યુ છે અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. એડીજી લૉ એંડ ઑર્ડર હવા સિંહ ઘુમરિયાએ જણાવ્યુ કે જિલ્લામાં કડક કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે, મોટી અને વરિષ્ઠ અધિકારીઓને અહીં તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં દરેક નાની ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. કુલ 97 આરોપીઓની આ મામલે ધરપકડ કરવામાં આવી ચૂક્યા છે.

jodhpur violence

રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ રાજ્યપાલ કલરાજ મિશ્રાને અપીલ કરી છે કે તે આ સમગ્ર મામલે તપાસની શરુઆત કરે અને રાજ્ય સરકારને જરુરી દિશાનિર્દેશ આપે જેનાથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાને સુનિશ્ચિત કરી શકાય. હું રાજ્યપાલજીને નિવેદન કરુ છુ કે તે આ મામલે તપાસ કરે અને જરુરી નિર્દેશ આપે જેથી રાજ્યમાં ફરીથી આ પ્રકારની સાંપ્રદાયિક ઘટના ના બને. આ સાથે જ તેમણે રાજ્યપાલને અપીલ કરી છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે જોધપુરના જલોરી ગેટ સર્કલમાં ઈદના પ્રસંગે હિંસા થઈ હતી. મહત્વની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતનુ આ ગૃહ ક્ષેત્ર છે. અહીં ઈદની નમાઝ દરમિયાન તણાવ વધી ગયો હતો. જો કે, પોલિસે લાઠીચાર્જ કરીને સ્થિતિને નિયંત્રિત કરી અને ભીડને વેરવિખેર કરી. વાસ્તવમાં, સોમવારે અલગ-અલગ જગ્યાએ પત્થરમારાની ઘટનાઓ સામે આવી હતી, બે સમુદાયો પરસ્પર એકબીજા ઉપર પત્થરમારો કરી રહ્યા હતા. જલોરી ગેટ પર બાલમુકુંદ બિસ્સા પર વિવાદિત ઝંડો લહેરાવાના કારણે આ તણાવ થયો હતો.

English summary
97 arrested in Jodhpur incident heavy security deployed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X