સેનાને મોટી સફળતા, નૌગામમાં એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર!
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નૌગામમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકીને ઠાર કર્યો છે.
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નૌગામમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકીને ઠાર કર્યો છે. આ સાથે માર્યા ગયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા 2 થઈ ગઈ છે. આ જાણકારી કાશ્મીર પોલીસે આપી છે.

કાશ્મીર પોલીસે કહ્યું છે કે, નૌગામ વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં કુલ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા બંને આતંકવાદીઓ અંસાર ગઝવત ઉલ હિંદ આતંકવાદી સંગઠનના હતા. બંને આતંકીઓની ઓળખ પુલવામાના રહેવાસી એજાઝ રસૂલ નઝર અને શાહિદ અહેમદ તરીકે થઈ છે. આ બંને તાજેતરમાં જ પુલવામામાં રોજમદાર મજૂર પર થયેલા હુમલામાં સામેલ હતા. આ માહિતી કાશ્મીર ADGP દ્વારા આપવામાં આવી છે.
નૌગામ એન્કાઉન્ટર સિવાય આતંકવાદીઓએ પુલવામામાં પણ આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ, પુલવામામાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જો કે આ હુમલામાં કોઈ નુકસાનની માહિતી નથી.












Click it and Unblock the Notifications
