Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યમુના એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, 29ના મોત, 5 લાખના વળતરની ઘોષણા

ઉત્તર પ્રદેશના આગ્રામાં મોટી દૂર્ઘટા સામે આવી છે. અહીં એક બસ જમુના એક્સપ્રેસ વે પર ઝરણા નાળામાં પડી ગઈ છે.

યમુના એક્સપ્રેસવે પર લખનઉમાં દિલ્લી જઈ રહેલી અવધ ડેપોની જનરથ એક્સપ્રેસ રોડવેઝ બસ ઝરણા નાળામાં પડી ગઈ. દૂર્ઘટનામાં 29 લોકોના મોત નીપજ્યા છે. ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. સીએમ યોગી આદિત્યનાથે દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયાના વળતરની ઘોષણા કરી છે. સીએમે ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને પરિવહન મંત્રી સ્વતંત્ર દેવસિંહને તત્કાળ ઘટના સ્થળેથી ઘાયલોને ઉચિત ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવા માટે કહ્યુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ડીએમને ઘાયલોને ઉચિત ઈલાજ માટે નિર્દેશ આપ્યા છે.

ડિવાઈડર પાર કરીને નાળામાં બસ પડી

ડિવાઈડર પાર કરીને નાળામાં બસ પડી

તમને જણાવી દઈએ કે અવધ ડિપોની રોડવેઝ બસ રવિવાર રાતે લખનઉના આલમબાગ બસ સ્ટેન્ડથી દિલ્લી માટે રવાના થઈ હતી. લખનઉ એક્સપ્રેસવે અને ઈનર રિંગ રોડ થઈને સવારે લગભગ ચાર વાગે યમુના એક્સપ્રેસ વે પર પહોંચી ગઈ. એત્માદપુર પોલિસ સ્ટેશન સીમા અંતર્ગત ચૌગાન ગામ પાસે બસ ડિવાઈડર પાર કરીને નાળામાં પડી ગઈ. દૂર્ઘટનામાં 29 લોકોના મોત થઈ ચૂક્યા છે. માહિતી મુજબ બસમાં 60 લોકો સવાર હતા.

રાહત અને બચાવ કાર્ય ચાલુ

રાહત અને બચાવ કાર્ય ચાલુ

સૂચના મેળવીને એત્માદપુર પોલિસ સ્ટેશન સહિત સર્કલની ફોર્સ સ્થળ પર પહોંચી ગઈ. જેસીબી ક્રેન દ્રા રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ. સૂચના બાદ ડીએમ આગ્રા એનજી રવિ કુમાર અને એસએસપી બબલુ કુમાર, ફતેહપુર સીકરી સાંસદ રાજનકુમાર ચાહર પણ સ્થળ પર પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા વળતર

મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા વળતર

સીએમ યોગી આદિત્યનાથે દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયાના વળતરની ઘોષણા કરી છે. વળી, ડીએમ અને એસએસપીને ઘાયલોને દરેક સંભવ મદદના નિર્દેશ આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X