બિહારના બેગુસરાયમાં શાળાના બાળકોને લઇ જતી કાર નદીમાં ખાબકી
બિહારના બેગુસરાયમાં એક ડઝનથી વધુ સ્કૂલનાં બાળકોને લઈ જઈ રહેલા એક કારચાલકે શુક્રવારની સવારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતા કાર બંટી નદીમાં પડી ગઇ હતી.આ અકસ્માતને નજરે જોનારા લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
પટના : બિહારના બેગુસરાયમાં એક ડઝનથી વધુ સ્કૂલનાં બાળકોને લઈ જઈ રહેલા એક કારચાલકે શુક્રવારની સવારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતા કાર બંટી નદીમાં પડી ગઇ હતી.
આ અકસ્માતને નજરે જોનારા લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને નદીમાં પડેલા બાળકોને વાહનમાંથી બહાર કાઢી શકાય. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઘટના ભગવાનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત સૂર્યપુરા ગામ નજીક બની હતી, જ્યાં ખાનગી શાળાના બાળકો બોલેરો કારમાં શાળાએ જતા હતા. કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને વાહન પલટીને નદીમાં પડી ગયું હતું.
સ્થાનિક લોકોની મદદથી તમામ બાળકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં ત્રણ બાળકોને ઇજા પહોંચી હતી, જે કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
