નવાબ મલિક પર રોષે ભરાયા રામદાસ આઠવલેએ, કહ્યું - 'એક દલિતને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે'
મુંબઈ : મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના ધર્મને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. પોતાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા સમીર વાનખેડેનો આખો પરિવાર નવાબ મલિકને જુઠ્ઠા ગણાવ્યા છે અને કહે છે કે, નવાબ મલિક જાણીજોઈને અમને અને અમારા પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રવિવારના રોજ વાનખેડેનો આખો પરિવાર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને મળ્યો, ત્યારબાદ રામદાસ આઠવલેએ મીડિયા સાથે વાત કરી અને નવાબ મલિક પર ઉગ્ર નિશાન સાધ્યું છે.

રિપબ્લિકન પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે સમીર વાનખેડે સાથે રહેશે
રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, 'રિપબ્લિકન પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે સમીર વાનખેડેની પાછળ હશે. સમીર વાનખેડે દલિત સમાજના છે અને તેમને અનામતલેવાનો અધિકાર છે, તેઓ આરક્ષણ દ્વારા IRS બન્યા છે.
નવાબ મલિકના આરોપમાં બિલકુલ તથ્ય નથી, તે પાયાવિહોણી વાત કરી રહ્યો છે, હું વાનખેડેના તમામકાગળો જોયા બાદ જ આ કહી રહ્યો છું, તેમણે મલિકની નિંદા કરતા જણાવ્યું હતું કે, તે સમીર વાનખેડે પર અંગત જીવન પર સવાલો રહ્યો છે, તેની અંગત વાતોકરવામાં આવી રહી છે. એક દલિતને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે.

નવાબ મલિકના તમામ આરોપો પાયાવિહોણા છે
'હું રિપબ્લિકન પાર્ટી વતી નવાબ મલિકને કહેવા માંગુ છું કે, તમારે સમીર વાનખેડે અને તેમના પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવું પડશે. કારણ કે, અમાર પાર્ટી સમીર વાનખેડે અને તેમના પરિવાર સાથે ઉભી છે.'
જ્ઞાનદેવ વાનખેડે મલિક પર ખોટો આરોપ લગાવે છે
આ પત્રકાર પરિષદમાં વાનખેડેનો આખો પરિવાર શામેલ હતો. આ વાતચીત દરમિયાન સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ પુનરોચ્ચાર કર્યો કે, 'મેં ક્યારેયધર્મ પરિવર્તન કર્યું નથી અને મારા પુત્રએ પણ ધર્માંતરણ કર્યું નથી. નવાબ મલિકના તમામ આરોપો ખોટા છે.

મારા પુત્ર કે મેં ક્યારેય ધર્માંતરણ કર્યું નથી
જ્ઞાનદેવે જણાવ્યું હતું કે, 'નવાબ મલિક કહે છે કે, અમે દલિતનો અધિકાર છીનવી લીધો છે. અમે પોતે દલિત છીએ. તમારે કંઈ કહેવું હોય તો કોર્ટમાં જાવ.
માત્ર મારાપુત્રએ તેના જમાઈની ધરપકડ કરી હોવાથી તેઓ આક્ષેપો કરી રહ્યો છે. મારો પુત્ર કે મેં ક્યારેય ધર્માંતરણ કર્યું નથી.'

ક્રાંતિ રેડકર વાનખેડેએ કહી આ વાત
બીજી તરફ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ જણાવ્યું હતું કે, 'અમે આજે અહીં આવ્યા છીએ, આઠવલેજીએ જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે, નવાબમલિક એક દલિતની સીટ છીનવી રહ્યા છે.
આઠવલે અમારી સાથે ઉભા છે. કારણ કે, તેઓ દરેક દલિતની ચિંતા કરે છે. નવાબ મલિકના અત્યાર સુધીના તમામ આરોપોખોટા સાબિત થયા છે.
વાનખેડેને જણાવ્યા બનાવટી
ઉલ્લેખનીય છે કે, નવાબ મલિક સતત વાનખેડેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેમણે વાનખેડેને બનાવટી ગણાવ્યું છે.
તેમણે આ અગાઉ કહ્યું હતું કે, 'વાનખેડેમુસ્લિમ હતો, તેમણે દલિત હિન્દુ સર્ટિફિકેટ દ્વારા IRSમાં નોકરી મેળવી છે.'