G-૨૦ દ્વારા ભારતની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર એક નવું વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે

ભારતના અધ્યક્ષપદે ૧ વર્ષ દરમિયાન ૩૨ ક્ષેત્રો અને વિષયો અંતર્ગત ૨૦૦ બેઠકો યોજાઈ રહી છે. ભારતની G-૨૦ અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

ભારતને તા. ૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ 'વસુધૈવ કુટુંબકમ'- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે' એવી ભાવના મૂર્તિમંત થાય છે.

NARMADA MODI

તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ ભારતે ઈન્ડોનેશિયા પાસેથી G-૨૦ નું પ્રમુખપદ સંભાળ્યું અને ૨૦૨૩માં દેશમાં પ્રથમ વખત G-૨૦ નેતાઓની સમિટની યજમાની કરી રહ્યું છે. દર વર્ષે સભ્ય દેશો ક્રમશ: અધ્યક્ષપદ સંભાળે છે. ભારત માટે 'આઝાદીના અમૃત મહોત્સવ'ના અવસરે G-૨૦ અધ્યક્ષપદ "અમૃત કાળ"ની શરૂઆત પણ કરે છે, જે ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠથી શરૂ થતા ૨૫ વર્ષનો સમયગાળો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત મુજબ ભારતની G-૨૦ અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. તેથી જ અમારી થીમ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય' છે એમ તેઓ સ્પષ્ટપણે માને છે.

વિશેષત: G૨૦ના અધ્યક્ષપદે આરૂઢ થવાથી ભારતને કેટલીક ખાસ સત્તાઓ પણ આપોઆપ મળી છે. જેમાં G૨૦ના સભ્ય ન હોય એવા દેશોને પણ બેઠકોમાં ભાગ લેવા માટે ભારત આમંત્રિત કરી શકે છે. આ એક નાના પગલાથી પણ મિત્રદેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવી શકાય છે. એટલે જ ભારતે યુ.એ.ઈ.(સંયુક્ત આરબ અમીરાત), બાંગ્લાદેશ, ઈજીપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડસ, નાઈજીરિયા, ઓમાન, સિંગાપોર અને સ્પેનને G૨૦માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.

ભારતના અધ્યક્ષપદે ૧ વર્ષ દરમિયાન ૩૨ ક્ષેત્રો અને વિષયો અંતર્ગત ૨૦૦ બેઠકો યોજાઈ રહી છે. સ્ટાર્ટઅપ ૨૦ એંગેજમેન્ટ ગ્રુપ પ્રથમ વખત ભારતના G૨૦ પ્રેસિડેન્સી હેઠળ સ્થાપિત કરવામાં આવશે, જે ઝડપથી બદલાતા વૈશ્વિક લેન્ડસ્કેપમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકાને ઉજાગર કરે છે.

G-૨૦: પરિચય*
G-૨૦ અથવા ગ્રુપ ઓફ ટ્વેન્ટી એ વિશ્વના ૧૯ દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ કરતું આંતર-સરકારી મંચ છે. જે દુનિયાની ૬૦ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ૨૦ દેશો દુનિયાના ૭૫ ટકા વૈશ્વિક વ્યાપાર અને ૮૫ ટકા જી.ડી.પી. પર પ્રભુત્વ ધરાવે છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, ક્લાઈમેટ ચેન્જ(આબોહવા પરિવર્તન) અને તેનું નિરાકરણ, ટકાઉ વિકાસ જેવા મુદ્દે સભ્ય દેશો સાથે મળીને એક થઈને કામ કરે છે. આ ગ્રુપના એજન્ડા ચલાવવાનું કાર્ય પૂર્વ, વર્તમાન અને ભાવિ અધ્યક્ષો એમ ત્રણ દેશો સંભાળે છે, આ વર્ષે પૂર્વ અધ્યક્ષ (ઈન્ડોનેશિયા), વર્તમાન અધ્યક્ષ (ભારત) અને ભાવિ અધ્યક્ષ (બ્રાઝિલ) એજન્ડા ચલાવશે. ગ્રૂપ ઓફ ટ્વેન્ટી (G-૨૦) એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે.

G-૨૦ના સભ્યો*
G-૨૦ના સભ્ય દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કીયે, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. ૨૦ દેશોનો આ સમૂહ વિશ્વના કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના લગભગ ૭૫ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ ૨૦૨૧માં, જૂથ સંમત થયું કે ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી ૧.૫°C સુધી મર્યાદિત કરાશે.

G-૨૦ની જરૂરિયાત કેમ ઉભી થઈ?*
દુનિયાના કોઈ એક દેશમાં સર્જાતી આર્થિક, સામાજિક કે ભૌગોલિક સમસ્યા અન્ય દેશોને પણ અસર કરી શકે છે. દા.ત. વર્ષ ૨૦૦૮માં અમરિકામાં આવેલી આર્થિક મંદીએ વિશ્વના મોટાભાગના દેશોને મંદીની ચપેટમાં લઈ લીધા હતા, ભારતે પણ તેનો અનુભવ કર્યો હતો. એટલે જ વિશ્વના મહત્વના દેશો પરસ્પર સહયોગ સાધીને એક થઈને સમસ્યાઓ સામે લડી શકે એવા ઉદ્દેશ્યથી જૂથ બનાવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X