કોલ સેન્ટરથી શરૂ થયેલી દોસ્તી, જંગલમાં બળાત્કાર પર ખત્મ

પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું કે લગભગ 6 મહિના પહેલા ઓફિસના ફોનથી આવા જ કોલ કરતા તેની એક યુવક સાથે દોસ્તી થઇ ગઇ હતી. ત્યાર બાદ યુવતીએ યુવકને પોતાના પર્સનલ મોબાઇલ નંબર પણ આપી દીધો. દોસ્તી ડેટિંગમાં બદલાઇ ગઇ. 25 વર્ષના આરોપી અમિત સીમાપૂરીમાં રહે છે. યુવતીએ જણાવ્યું કે 10 જૂનના રોજ અમિતે તેને આનંદ વિહારના ક્રેસ રિવર મોલમાં બોલાવી હતી.
ત્યાં તેઓ બંને થોડીવાર માટે ફર્યા. ત્યારબાદ તે યુવક તેને છેતરીને ગુડગાવ લઇ ગયો. યુવક પર આરોપ છે કે તે તેને ત્યાં જંગલોમાં લઇ જઇને તેની પર બળાત્કાર કર્યો. ત્યારબાદ તે તેને આનંદવિહાર પાછો મૂકી ગયો. બાદમાં યુવતીએ પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવી દીધી. મેડિકલ તપાસમાં બળાત્કારની ખરાઇ કરવામાં આવી છે. આરોપમાં અમિતની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
