16 વર્ષની સગીરા સાથે હેવાનિયત, રેપ કર્યા બાદ હાથ-પગ તોડી બેરહમીથી કરી હત્યા
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક કિશોરીનુ તેના ઘરમાંથી અપહરણ કરીને પહેલા રેપ કરવામાં આવ્યો અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી.
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક કિશોરીનુ તેના ઘરમાંથી અપહરણ કરીને પહેલા રેપ કરવામાં આવ્યો અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી. કિશોરીએ વિરોધ કરતા આરોપીઓએ તેના હાથ-પગ પણ તોડી નાખ્યા. વિકૃત માનસિકતા ધરાવતા આ બળાત્કારીઓએ લોખંડના સળિયાથી તેના પ્રાઈવેટ અંગો સહિત માથા તેમજ અન્ય ભાગોમાં પણ વાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. ઘટનાની સૂચના મળતા પહોંચેલી પોલિસે શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ. વળી, પરિજનોના કહેવા પર પોલિસે આરોપીઓ સામે સંબંધિત કલમોમાં કેસ નોંધી લીધો છે.

ઘરમાંથી કર્યુ હતુ અપહરણ
માહિતી અનુસાર કેસ બારાબંકીના ટિકેતનગર પોલિસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં એખ 16 વર્ષીય કિશોરીનુ તેના ઘરમાંથી જ ગામના એક દબંગ છોકરાએ અપહરણ કરી લીધુ હતુ. છોકરીના ભાઈના જણાવ્યા અનુસાર ઘરવાળા જ્યારે પોલિસમાં તેની ફરિયાદ લઈને ગયા તો પોલિસે તેમની પાસેથી માહિતી લઈ લીધી અને સવારે કેસ લખાવી જવાની વાત કરીને પાછા મોકલી દીધા. પરંતુ આગલી સવારે તેની બહેનની લાશ રસ્તામાં મળી. છોકરીના પરિવારવાળાએ આની સૂચના પોલિસને આપી. છોકરીના ભાઈને પૂરો વિશ્વાસ છે કે પહેલા તેની બહેન સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે અને પછી તેની હત્યા કરી દેવામાં આવી. છોકરીના ભાઈએ ગામના જ ત્રણ લોકો પર શંકા વ્યક્ત કરી છે.

શું કહ્યુ પોલિસે
બારાબંકીના પોલિસ અધિક્ષક આકાશ તોમરે જણાવ્યુ કે પોલિસને છોકરીનું શબ મળવાની સૂચના મળી હતી. જો કે તેના અપહરણનો કેસ પહેલેથી જ નોંધવામાં આવી ચૂક્યો હતો. પોલિસને મળેલી માહિતી મુજબ છોકરીની ઘરવાળા સાથે કંઈક બોલાચાલી થઈ હતી ત્યારબાદ તે ઘરેથી ક્યાંક જતી રહી હતી. તેના ઘરવાળા તેને શોધી રહ્યા હતા. આ કારણે તે ડરના કારણે ઘરની બહાર ખેતરોમાં છૂપાઈ ગઈ હતી. પરિવારવાળાએ ગામના યુવક પર પોતાની શંકા વ્યક્ત કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે થશે કાર્યવાહી
પોલિસ બધા પાસાંઓ પર પોતાની તપાસ કરી રહી છે. ડૉક્ટરોની પેનલ પાસે કિશોરીના શબનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યુ છે. પોલિસ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહીની વાત કહી રહ્યુ છે. એસપીએ જણાવ્ય કે કિશોરી સગીર નથી તેની ઉંમર 19 વર્ષ છે. પરંતુ પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ કેસમાં તેની ઉંમર 16 વર્ષ જણાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
