મણીપુરના સીએમ એન બીરેન સિહ જે જગ્યાએ ઉદ્ધઘાટન કરવાના હતા ત્યા ભીડે લગાવી આગ
મણીપુરના મુખ્યમંત્રી એન બીરેન સિહનો ચુરાચાંદરપુર જિલ્લામાં કાર્યક્રમ થનાર હતો. પરંતુ આ કાર્યક્રમ સ્થળ પર ઉગ્ર ભીડે ગુરુવારે આગ લગાવી દિધી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, સ્થિતિ ઘણી તનાવગ્રસ્ત હતી. અમે સુરક્ષાને વધારી દિધી છે. જણાવી દઇએ કે, મુખ્યમત્રી બીરેન સિહ અંહિયા એક જિમ અને રમત સેન્ટરનું ઉદ્ધઘાટનક કરવા માટે આવાના હતા.

ઘટનાસ્થળે તસવીર પણ સામે આવી છે. જેમા જોઇ શકાય છે કે, મોટી સંખ્યમાં કાર્યક્રમમાં સઅથળ પર ભીડ પહોચી છે. ભીડ દ્વારા ખુરશી અને અન્ય સામાનની તોડફોડ કરવા લાગે છે. આ લોકોએ અંહિયા તમામ વસ્તુઓ સાથે તોડફોડ બાદ તેમાં આગ લગાવી દિધી હતી. જો કે, હજી સુધી પ્રશાસન તરફથી એ જણાવામાં નથી આવ્યુ કે, સીએમનો કાર્યક્રમન રદ્ધ થયો છે કે નહી.
રિપોર્ટસ અનુસાર આ પ્રદર્શન સ્થાનીય આદિવાસી સગઠન Tribal Leader Forum કરી રહ્યુ છે. પ્રદર્શનકારીઓએને એ વાતનો ગુસ્સો છે કે, ભાજપ સરકાર દ્વારા સંરક્ષિત અે રીજર્વ્ડ જંગલ અને ઝીલનો સર્વે કરાવી રહી છે.
ફોરમનો આરોપ છે કે પ્રદેશ સરકારે ચર્ચોને ધ્વસ્ત કરી દિધા છે. ભાજપ સરકાર પવિત્ર સ્થળોનું કોઇ સમ્માન નથી કરતી. ફોરમ તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યુ છે કે, અમે મજબુત થઇને સરકાર અને તેમના કાર્યક્રમ વિરુદ્ધ અસહયોગ અભિયાન ચલાવી રહ્યા છીએ. ફોરમે જિલ્લામાં સવાપે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધીનું બંધને એલાન કર્યુ છે.
કૂકી છાત્ર સંગઠને પણ ફોરમનું સમર્થન કર્યુ છે. કૂકી વિદ્યાર્થી સંગઠને આરોપ લગાવ્યો છે કે, ભાજપ સરકાર આદિવાસીઓ સાથે સારો વ્યવહાર નથી કરતી.












Click it and Unblock the Notifications
