Video: દરવાજા-સ્ટેશન વચ્ચે ફસાયેલા વ્યક્તિને Rpf જવાને ચાલતી ટ્રેનમાં બચાવ્યો
એક આરપીએફ જવાનની બહાદૂરીને કારણે મુસાફરને ટ્રેનની ચપેટમાં આવવાથી બચાવી લેવામાં આવ્યો.
એક આરપીએફ જવાનની બહાદૂરીને કારણે મુસાફરને ટ્રેનની ચપેટમાં આવવાથી બચાવી લેવામાં આવ્યો. તમિલનાડુના એગ્મોર રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ ચાલતી ટ્રેનના દરવાજા સાથે ઢસડાતો જઈ રહ્યો હતો. સ્ટેશન પર હાજર આરપીએફ જવાને જેવો યુવકને ફસાયેલો જોયો કે તરત જ તેને બચાવવા દોડી ગયો. આરપીએફ જવાનની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

તમિલનાડુના એગ્મોર રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનની બહાદૂરીથી એક વ્યક્તિનો જીવ બચી ગયો. સ્ટેશન પર એક યુવક ચાલતી ટ્રેન પકડવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તે પડીને દરવાજા અને સ્ટેશન વચ્ચે ફસાઈ ગયો. યુવક ટ્રેન સાથે ઢસડાતો જઈ રહ્યો હતો. સ્ટેશન પર હાજર આરપીએફ જવાન જેવો યુવકને ટ્રેનમાં ફસાયેલો જોયો કે તરત જ તેને બચાવવા દોડી ગયો.
વાયરલ વીડિયોમાં જવાન યુવકને ઝડપથી ટ્રેનમાંથી સ્ટેશન તરફ ખેંચતો દેખાઈ રહ્યો છે. યુવકને ત્યારબાદ સ્ટેશન પર સૂવડાવી દેવામાં આવ્યો. આ ઘટના 12 નવેમ્બરની ગણાવવામાં આવી રહી છે. એએનઆઈના જણાવ્યા મુજબ યુવકનો કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી.












Click it and Unblock the Notifications
