ભારતમાં 60% પુરૂષ પોતાની પત્ની કે પ્રેમિકાને મારે છે: સર્વે
નવી દિલ્હી, 11 નવેમ્બર: ભારતમાં 10માંથી છ પુરૂષોએ ક્યારેક ને ક્યારેય પોતાની પત્ની અથવા પત્ની સાથે હિંસક વહેવાર કર્યો અને તે લોકોમાં આ પ્રવૃત્તિ વધુ જોવા મળી જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે 60 ટકા પુરૂષોનું માનવું છે કે 'અમને પ્રભાવિત કરનાર મહત્વપૂર્ણ નિર્ણયોમાં પત્ની અથવા પ્રેમિકાના મુકાબલે અમારી વધુ ભૂમિકા રહી છે.' યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ તથા વોશિંગ્ટન સ્થિત સંસ્થા 'ઇન્ટરનેશનલ સેંટર પર રિસર્ચ ઓન વૂમેન' (આઇસીઆરડબ્લ્યૂ)એ ભારતમાં પુરૂષો માટે પોતાની પત્ની અને પ્રેમિકા પ્રત્યે હિંસક વલણને લઇને રિસર્ચ કર્યું છે.
રિસર્ચ અનુસાર 52 ટકા મહિલાઓએ કહ્યું કે તેમને કોઇ ને કોઇ પ્રકારની હિંસાનો સામનો કરવો પડ્યો છે. 38 ટકા મહિલાઓએ ઘસેડવાની, મારઝૂડ, થપ્પડ મારવાની તથા સળગાવવાની જેવા શારિરીક ઉત્પીડનોના સામનાની વાત સ્વિકારી છે. આ રિસર્ચમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 9,205 પુરૂષો અને 3,158 મહિલાઓ સાથે વાત કરવામાં આવી.

આઇસીઆરડબ્લ્યૂ-એશિયાના સ્થાનિક નિર્દેશકે એક નિવેદનમાં કહ્યું, રિસર્ચના પરિણામ બિલકુલ સ્પષ્ટ છે કે બાળપણના અનુભવો સ્થાપી પ્રભાવ થાય છે. એ યોગ્ય સમય છે કે આપણે વિચારીએ કે આપણા છોકરાઓનો કેવો ઉછેર ઇચ્છીએ છીએ.'
જાણકારી અનુસાર વર્ષ 2013માં ભારતમાં મહિલાઓ પ્રત્યે જેટલા અપરાધ થયા તેમાં 38 ટકા મહિલાઓ પોતાના પતિ અને તેમના સંબંધીની નિર્દયતાનો શિકાર થઇ હતી.












Click it and Unblock the Notifications
