For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં મળી ગેસ સિલિન્ડર અને વિસ્ફોટકોથી ભરેલી શંકાસ્પદ બેગ, તપાસમાં લાગી પોલીસ

એક તરફ દીપાવલીનો તહેવાર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ કેટલાક લોકો એવા છે કે જેઓ દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શ્રીનગર, જમ્મુ -કાશ્મીરમાં પરમપોરના બગીચામાંથી ગેસ સિલિન્ડર અને યુરિયાથી ભરેલી બેગ મળી આવ

|
Google Oneindia Gujarati News

એક તરફ દીપાવલીનો તહેવાર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ કેટલાક લોકો એવા છે કે જેઓ દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શ્રીનગર, જમ્મુ -કાશ્મીરમાં પરમપોરના બગીચામાંથી ગેસ સિલિન્ડર અને યુરિયાથી ભરેલી બેગ મળી આવી છે. જેથી અંદાજ લગાવી શકાય છેકે અશાંતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેસ શંકાસ્પદ હોવાને કારણે પોલીસે ઘણા એંગલથી તપાસ શરૂ કરી છે.

Jammu Kashmir

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પરમપોરના બગીચામાંથી ગેસ સિલિન્ડરો અને યુરિયાથી ભરેલી શંકાસ્પદ બેગ મળી આવી છે. બોમ્બ સ્કવોડની ટુકડી પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. હાલમાં, આઇઇડી અથવા અન્ય બોમ્બ વસ્તુઓ બેગમાં મળી નથી. જો કે, આ કેસની તપાસ અનેક ખૂણાથી કરવામાં આવી રહી છે. આ બાજુમાં વિસ્તારોમાં સર્ચ ઓપરેશન્સ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પહેલા પણ જમ્મુ -કાશ્મીરમાં કઠુઆમાં આંતરરાષ્ટ્રીય સરહદથી પોલીસે એક શંકાસ્પદ પાકિસ્તાની બલૂન મળી આવ્યો હતો. 'આઈ લવ યુ પાકિસ્તાન' આ બલૂન પર લખાયેલું હતું. જે પછી સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપવામાં આવી હતી. તે સમયે એવી અટકળો હતી કે આ બલૂન પાકિસ્તાનથી જાસૂસી માટે મોકલવામાં આવ્યો હતો.

બલૂન મળી આવતા જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું હતું કે કઠુઆ જિલ્લાના ચામ બાગ વિસ્તારમાંથી પાકિસ્તાની બલૂન મળી આવ્યો છે. આ બલૂન પર અંગ્રેજી અને ઉર્દૂમાં 'આઇ લવ પાકિસ્તાન' લખેલું હતુ. આ કેસની ગંભીરતા જોતાં પોલીસે સિક્યુરિટી એજન્સીઓને બલુન સોંપી દીધુ હતુ. આસપાસના વિસ્તારોમાં પણ સર્ચે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

English summary
A suspected bag full of gas cylinders and explosives found in Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X