આગામી બે દિવસ રામલીલા મેદાનથી કાર્યલય ચલાવશે પીએમ મોદી, જાણો કારણ

દિલ્લીના રામલીલ મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અસ્થાયી કાર્યાલય એટલે કે પીએમઓ બનાવવામાં આવશે.

દિલ્લીના રામલીલ મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અસ્થાયી કાર્યાલય એટલે કે પીએમઓ બનાવવામાં આવશે. બુધવારે જણાવવામાં આવ્યુ કે આ અઠવાડિયે ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક થવાની છે. આ બેઠક 11-12 જાન્યુઆરીએ યોજાશે. ભાજપના સામાન્ય સચિવ અને દિલ્લી યુનિટના કો ઈન્ચાર્જ તરુણે ચુઘે આ જગ્યા પર તૈયારીઓની ચકાસણી કરી લીધી છે.

રામલીલા મેદાનમાં જ દિવસભર કામ કરશે પીએમ મોદી

રામલીલા મેદાનમાં જ દિવસભર કામ કરશે પીએમ મોદી

ભાજપના સામાન્ય સચિવ અને દિલ્લી યુનિટના કો ઈન્ચાર્જ તરુણ ચુઘે જણાવ્યુ કે રામલીલા મેદાનમાં પીએમઓ સેટ કરવામાં આવશે અને મોદી દિવસભરનું કામ ત્યાંથી કરશે. તે રાષ્ટ્રીય પરિષદની બેઠક માટે બંને દિવસ હાજર રહેશે. આ ઓફિસમાં મોટાભાગની સુવિધાઓ હશે જે પીએમઓમાં હોય છે.

આ સુવિધાઓ હશે અસ્થાયી પીએમઓમાં

આ સુવિધાઓ હશે અસ્થાયી પીએમઓમાં

તરુણ ચુઘે જાણકારી આપી કે આ પીએમઓમાં વાઈફાઈ ઉપરાંત ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને ઉપ મુખ્યમંત્રી માટે સેપરેટ લૉજની સુવિધા હશે. આ ઉપરાંત પણ ઘણી એવી સુવિધા આ જગ્યાએ આપવામાં આવશે કે જે પ્રધાનમંત્રી કાર્યાલયમાં હોય છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે પણ બનશે અસ્થાઈ કાર્યાલય

ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે પણ બનશે અસ્થાઈ કાર્યાલય

જાણકારી અનુસાર પીએમઓ ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે પણ એક અસ્થાઈ કાર્યાલય રામલીલા મેદાનમાં બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ રાષ્ટ્રીય પરિસરની બેઠકમાં 12 હજાર ડેલીગેટ્સ ભાગ લેશે. પાર્ટી તરફથી આ જાણકારી આપવામાં આવી છે. આ બેઠકમાં ભાજપ આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X