મણિપુરમાં સ્કુલ બસનો થયો ભયંકર રોડ અકસ્માત, 15 વિદ્યાર્થીઓના મોત
મણિપુરના નોની જિલ્લામાં બુધવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ડઝનથી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. સ્થળ પર અરાજકતા સર્જાઈ હતી.
મણિપુરના નોની જિલ્લામાં બુધવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ડઝનથી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. સ્થળ પર અરાજકતા સર્જાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને લઈ જતી બે બસોએ કાબુ ગુમાવ્યા બાદ આ અકસ્માત થયો હતો. બસ કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. જેમાં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓના મોતની આશંકા છે. આ અકસ્માત મણિપુરના નોની જિલ્લામાં બિષ્ણુપુર-ખપુમ રોડ પર થયો હતો.

અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓને લઈ જતી બે બસો યારીપોકની થામ્બલાનુ હાયર સેકન્ડરી સ્કૂલની હતી. બંને બસમાં શાળાના બાળકો હતા. બસો અભ્યાસ પ્રવાસ માટે ખાપુમ જઈ રહી હતી. દરમિયાન કાબુ ગુમાવતા બંને બસ પલટી મારી ગઈ હતી. જેમાં 15 વિદ્યાર્થીઓના મોતની આશંકા છે. જોકે હજુ સુધી મૃતકોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ સ્થળ પર પહોંચી મદદ કરી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમાચાર મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
