વીડિયો વાયરલ: ઉન્નાવમાં મહિલા સાથે ગેંગરેપની કોશિશ

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચાર યુવકો એક મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચાર યુવકો એક મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે. ચારે આરોપી મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરી રહ્યાં છે. વીડિયોમાં મહિલા આ ચારે આરોપીઓને વિનંતી કરતી જોવા મળી રહી છે. પરંતુ આરોપી મહિલાને જંગલ તરફ ખેંચી રહ્યા છે. ત્યાં જ એક આરોપીએ આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર તેને વાયરલ કરો દીધો.

video viral

વાયરલ વીડિયોમાં ચાર આરોપીઓ મહિલા પર શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરી રહ્યા છે પરંતુ મહિલા તેનો વિરોધ કરતી જોવા મળી રહી છે. આ યુવકો પીડિત મહિલાની કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો બે દિવસ જૂનો છે, તેમ છતાં આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવ્યા પછી હડકંપ મચી ગયો.

વાયરલ વીડિયો ઉન્નાવના ગંગાઘાટ ચોકી વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. આ ખુબ જ સુમસાન વિસ્તાર છે. હાલમાં આ વીડિયો વાયરલ થયા પછી ચારેતરફ હડકંપ મચી ગયો છે. આ વીડિયો જોઈને બધા જ હેરાન છે. ત્યાં જ ઉન્નાવ એસપી અનુપ સિંહ ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવ્યો છે. જેમાં એક મહિલા સાથે 5 યુવકો અભદ્રતા કરી રહ્યા છે, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે જયારે ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસનો દાવો કરવામાં આવ્યો છે કે ત્રણે આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X